ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (14:54 IST)

અંબાજી જતાં પહેલાં ખાસ વાંચી લેજો આ સમાચાર, નહીતર તમારા ટાંટીયાની કઢી થઇ જશે

બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં દરરોજાે મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન માટે આવતા હોય છે. અંબાજીમાં આવેલા ગબ્બરના દર્શનને લઈને ભક્તોમાં અનોખી આસ્થા રહેલી છે. અહીં પગપાળા અને રોપ-વે દ્વારા ભક્તો ગબ્બર પર માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે. પરંતુ રોપ-વેની મેઈન્ટેનન્સ કામ શરુ કરવાનું હોવાથી આગામી ૬ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રહેશે.
 
રિપોર્ટ્‌સ મુજબ આવતીકાલથી આગામી ૬ દિવસ સુધીમાં જાે તમે અંબાજી જવાનો અને રોપ-વેમાં બેસીને ગબ્બર પર પહોંચીને માતાજીના દર્શન માટેનો કાર્યક્રમ બનાવ્યો હોય.
 
તો એક વાત જાણી લેવી જરુરી છે. ગબ્બર પર લઈ જતા રોપ-વેની મેઈન્ટનેન્સની કામગીરી કરવામાં આવશે જેના કારણે સોમવારથી ૬ દિવસ માટે રોપ-વે દર્શન માટે આવતા મુસાફરો માટે બંધ રહેશે.
 
તારીખ ૬ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર એમ ૬ દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે. એટલે કે આ દરમિયાન ગબ્બર પર દર્શન કરવા જવા ઈચ્છતા દર્શનાર્થીઓએ પગપાળા ગબ્બર પર ચઢવું પડશે.
 
જે બાદ આગામી સોમવારથી ફરી મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વેની કામગીરી ફરી કાર્યરત કરવામાં આવશે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી અને કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતા અહીં પણ જરુરી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. મંદિર તથા ગબ્બર પર કોઈ દર્શનાર્થી માસ્ક વગર ના ફરે તે અંગેની તકેદારીના પગલા ભરવામાં આવી રહી છે.