ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન

Last Updated: શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (12:21 IST)

ગુજરાતમાં વરસાદે થોડાક વિરામ બાદ ફરીવાર નવી ઈનિંગ શરુ કરી દીધી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને આબુરોડ તરફ જતા નેશનલ હાઈવે એક તરફી બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. પોશીનામાં અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એકદરે ઉત્તર ગુજરાતમાં બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. 

જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ભારે વરસાદને પગલે પાલનપુર આબુરોડ હાઈવે પર પાણી ભરાયા હતા. ઢીંચણ સમા પાણી ભરાવાના પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. જેને પગલે રાજસ્થાનથી ગુજરાત આવતો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

15 ઓગસ્ટે બપોરથી અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો હતો. વનરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને રસ્તાઓ પણ ધોવાયા છે. વરસાદના કારણે રક્ષાબંધન તહેવારમાં જઈ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે પણ વહેલી સવારથી શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાત્રીથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે.આ પણ વાંચો :