શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:54 IST)

Surat- પગાર ન વધારતાં નારાજ કર્મચારીએ ગોડાઉનમાં લગાવી દીધી આગ, માલિકને 78 લાખનું નુકસાન

પગાર ન વધારવાથી નારાજ એક કર્મચારીએ તેના બોસને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના સુરત શહેરની છે. જે કાપડ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે. સુરતમાં 10 દિવસ પહેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં વેરહાઉસમાં રાખેલા તમામ કપડા બળીને ખાખ થઈ ગયા હતા. તે સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. પરંતુ આ મામલે તપાસ કરી રહેલી પોલીસે જે ખુલાસો કર્યો તે સાંભળીને કંપનીના માલિકો પણ હચમચી ઉઠ્યા હતા.
 
હકીકતમાં, કેસની તપાસમાં લાગેલી પોલીસે વેરહાઉસની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા હતા. જેમાં એક વ્યક્તિ વેરહાઉસમાં આગ લગાવતો જોવા મળે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આ વ્યક્તિની ઓળખ કરી હતી. ઓળખ બાદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આગની શરૂઆત કરનાર વ્યક્તિ એ જ વેરહાઉસમાં કામ કરતો કર્મચારી છે. તેણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે વેરહાઉસમાં આગ લાગવા પાછળનું કારણ પણ જણાવ્યું. આ સાંભળીને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા.
 
પોલીસની પૂછપરછ દરમિયાન વ્યક્તિએ જણાવ્યું કે તેનો પગાર ઘણો ઓછો છે. આ મોંઘવારીના સમયમાં એ પગારથી પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. મેં બોસને ઘણી વખત પગાર વધારવા માટે કહ્યું. પણ તે દર વખતે મારી વાતને ટાળી દેતો હતો. આનાથી ગુસ્સે થઈને મેં માલિકને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું. અને આ વિચાર સાથે વેરહાઉસમાં આગ લગાવી દીધી હતી.
 
27 ઓગસ્ટના રોજ સુરતના સાનિયા હેમાડના શુભમ ઈન્ડસ્ટ્રીઝ સેક્ટર-2માં બે માળના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ કાપોદરા અને પુના ફાયર સ્ટેશનના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને કારણે ગોડાઉનમાં રાખેલા અંદાજે 78 લાખ રૂપિયાના કપડા બળીને ખાખ થઈ ગયા હતા. હવે આ કેસના ખુલાસા બાદ પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. અહીં વેરહાઉસ માલિકની હાલત કફોડી હોવાને કારણે ભારે નુકસાન થયું છે.