રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (23:34 IST)

શ્રાદ્ધ પક્ષ - કેવી રીતે દૂર કરશો પિતૃ દોષ

પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવાનો હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. જેનાથી તમને તેમનો આશીર્વાદ અને સહયોગ મળે. 
જે માતા પિતા દાદા દાદી પ્રપિતામહ, માતામહી અને અન્ય વડીલોના લાડ પ્રેમ શ્રમથી કમાવેલ ધન અને ઈજ્જતની મદદથી તમે સૂખપૂર્વક રહો છો તેઓ આજે જ્યારે તેમનુ શરીર પાંચ તત્વમાં વિલીન થઈ ગયુ 
છે તો તમારુ આ પરમ કર્તવ્ય બને છે કે તમે તમારા પિતરો માટે કમસે કમ બીજુ કશુ ન કરી શકો તો તર્પણ તો કરી જ દો. 
 
જો તમે તમાઅ માતા પિતા પિતામહ અને પરદાદા વગેરે પ્રત્યે અસન્માન પ્રગટ કરો છો અને તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરો છો તો તમને પિતૃદોષનો સામનો કરવો જ પડશે.  પિતૃ દોષ બે પ્રકારના હોય છે.  
1. વંશાનુગત  2. અવંશાનુગત 
 
જો તમે તેમના પ્રત્યે કોઈ અપરાધ કર્યો છે તો તમને નીચેમાંથી એક કે બધા પ્રકારના કષ્ટનો સામનો કરવો પડશે. 
 
1. વંશાનુગત - કોઈપણ પ્રકારની શારીરિક અપંગતા, રોગ કે માનસિક વિકાર આનુવાંશિક હોઈ શકે છે. 
 
- અર્થાત વંશ ક્રમમાં કોઈ રોગ કે અવાંછનીય ગતિવિધિ થતી જઈ રહી હોય. આ વંશાનુગત દોષને દૂર કરવા માટે આયુર્વેદ અને અથર્વવેદમાં લખેલ ઉપાય કરવામાં આવે છે. 
 
2. અવંશાનુગત - અવંશાનુગતનો અર્થ છે કે પિતૃ લોકના પિતૃ તમારા ધર્મ કર્મથી રૂષ્ઠ છે તેથી તેમને કારણે તમને જીવનમાં અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડે છે .. જેવા કે 
1. સંતાન બાધા - સંતાન નહી થાય અથવા તો જો સંતાન છે તો સંતાનથી કષ્ટ બન્યુ રહે છે 
2. વિવાહ બાધા - જો કુળ ખાનદાનમાં કોઈ પુત્ર છે તો તેના અવિવાહિત બન્યા રહેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે.