શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ભારતીય ટીમ ન્યુઝીલેંડ સાથે વનડે ઘમાસાન માટે તૈયાર

N.D
ભારત અને ન્યુઝીલેંડ ત્રણ ટેસ્ટની શ્રેણી મંગળવારે નાગપુરમાં સમાપ્ત થયા પછી હવે પાંચ એકદિવસીય મેચોની શ્રેણીમાં ઘમાસાન મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે, જેની પ્રથમ મેચ ગુવાહાટીમાં રવિવારે રમાશે.

ભારતે ન્યુઝીલેંડને અમદાવાદ અને હૈદરબાદમાં પ્રથમ બે ટેસ્ટ મેચ ડ્રો સાથે સમાપ્ત થયા પછી નાગપુર ટેસ્ટ એક દાવ અને 198 રનના રેકોર્ડ અંતરે જીતીને ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી.

ભારતે ન્યુઝીલેંડ વિરુદ્ધ એકદિવસીય શ્રેણીની પ્રથમ બે મેચમાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો છે. પરંતુ ભારતીય ટીમનો એકદિવસીય શ્રેણી માટે હોંસલો બુલંદ છે.

ભારતીય ઉપમહાદ્વીપમાં આવતા વર્ષે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં થનારી એકદિવસીય વિશ્વકપને માટે વરિષ્ઠ ખેલાડીઓને ફ્રેશ રાખવાના ઉદ્દેશ્યથી છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ રોટેશનની નીતિ પર ચાલી રહી છે અને આ જ ક્રમ મુજબ હવે ભારતીય કપ્તાન ધોનીએ પણ આરામ લીધો છે.

ધોનીના સ્થાન પર ડાબા હાથના ખેલાડી ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને પ્રથમ બે એકદિવસીય મેચ માટે ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે. ધોની ઉપરાંત અનુભવી બેટ્સમેન સચિન તેંદુલકર વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન સહેવાગ અને ટેસ્ટ શ્રેણીમાં 'મેન ઓફ ધ સીરીઝ' રહેલ ઓફ સ્પિનર હરભજન સિંહને પણ આરામ આપ્યો છે.

ધોનીએ કહ્યુ હતુ કે તેઓ શ્રીલંકા પ્રવાસ પછીથી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)પાસે દક્ષિણ આફ્રિકાના ડિસેમ્બર પ્રવાસ પહેલા થોડા દિવસ આરામ કરવા માંગે છે.

એકદિવસીય ટીમમાં ગંભીરના જોડીદાર મુરલી વિજય રહેશે,જ્યારે કે બેટિંગમાં શાનદાર લયમાં ચાલી રહેલા વિરાટ કોહલી, પોતાના ફોર્મમાં કમબેકની રાહ જોઈ રહેલ યુવરાજ સિંહ, સુરેશ રૈના અને સૌરભ તિવારી ટીમનો મોરચો સાચવશે.

યુવરાજ માટે આ એકદિવસીય શ્રેણી ખૂબ મહત્વની છે. જો તેમને વિશ્વકપ માટે ખુદને દાવેદારમાં રાખવા માંગતા હોય તો તેમણે આ શ્રેણીમાં પોતાની બેટથી ઢગલો રન બનાવવા પડશે. જો તેઓ નિષ્ફળ થશે તો તેમનુ દક્ષિણ આફ્રિકામાં થનારી એકદિવસીય શ્રેણીમાંથી પત્તુ કપાય જશે. હાલ બે એકદિવસીય મેચ માટે ટીમની પસંદગી થઈ છે, અને આ જ બે મેચોમાં તેમને પોતાની જાતને સાબિત કરવી પડશે.

પ્રથમ બે એકદિવસીય મેચ માટે ભારતીય ટીમ - ગૌતમ ગંભીર (કપ્તાન), મુરલે વિજય, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, સૌરભ તિવારી, યૂસુફ પઠાણ, રવિન્દ્ર જાડેજા, પ્રવિણ કુમાર, આર. વિનય કુમાર, મુનાફ પટેલ, શાંતકુમારન, શ્રીસંત, આર અશ્વિન, રિદ્ધિમાન સાહા.