ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 2 કપ પાકી સ્ટ્રોબેરી, 50 ગ્રામ ખાંડ, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, સજાવટ માટે ફેટેલી ક્રીમ.

બનાવવાની રીત - સ્ટ્રોબેરીમાં 3 કપ પાણી નાખી ઉકાળો, હવે તેને તાપ પરથી ઉતારી ઠંડુ કરો. ઠંડુ થતા મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. તેમા ખાંડ, લીંબૂનો રસ અને થોડા પાણીમાં મિક્સ કરેલો કોર્નફલોર નાખી એક ઉકાળો આવવા દો. હવે તેને તાપ પરથી ઉતારો. ઠંડુ થતા ફ્રિજરમાં મૂકીને એકદમ ચિલ્ડ કરી લો. બાઉલ્સમાં ઠંડા ઠંડા સૂપને ભરો. ફેટેલી ક્રીમથી સજાવો. લો તૈયાર છે ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ. આ ઠંડુ સૂપ ગરમી માટે ઉત્તમ છે.


આ પણ વાંચો :