સ્વીટ રેસીપી - બ્રેડના ગુલાબજાંબુ

gulabjamun

સામગ્રી : 6 બ્રેડ સ્લાઇસ, 1 ચમચી મેંદો, 1 ચમચી બારીક સોજી, 3 ચમચી દૂધ, અડધી ચમચી ઇલાયચી પાવડર, અડધી ચમચી પીસેલી ખાંડ, 1 ચમચી સામાન્ય શેકેલો માવો, 1 ચમચી ચારોળી, 1 ચમચી બારીક કાપેલા પિસ્તા, તળવા માટે રિફાઇન્ડ ઓઇલ, બ્રેડ પલાળવા માટે દૂધ.


બનાવવાની રીત : પીસેલી ખાંડમાં માવો, ચારોળી અને પીસેલી ઇલાયચી મિક્સ કરી દો. બ્રેડને એક પ્લેટમાં ફેલાવીને દૂધમાં પલાળી દો. પાંચ મિનિટ બાદ બ્રેડને નીચોવી દો જેથી દૂધ નીકળી જાય. હવે તેમાં મેંદો અને સોજી મિક્સ કરો. મિશ્રણ વધુ સખત ન હોવું જોઇએ. હવે મિશ્રણમાંથી નાની નાના ગોળીઓ બનાવો. દરેક ગોળીમાં વચ્ચે માવાનો મસાલો ભરીને બંધ કરી દો. ખાંડ અને પાણીની એક તારવાળી ચાસણી બનાવીને અલગ રાખો. હવે ગરમ તેલમાં મધ્યમ આંચ પર સોનેરી રંગની થાય ત્યાંસુધી ગોળીઓ તળો અને તેને ગરમ ચાસણીમાં નાંખી દો. 2-3 કલાક ચાસણીમાં તેને પલળવા દો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને બ્રેડના ગુલાબ જાંબુ. તેને પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.


આ પણ વાંચો :