17 જાન્યુઆરીના દિવસે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' નો છેલ્લો શો ? કેમ બંધ કરી રહ્યા છે કપિલ પોતાનો શો ?

મુંબઈ.| Last Modified ગુરુવાર, 24 ડિસેમ્બર 2015 (16:12 IST)
ટીવીનો જાણીતો કોમેડી શો બંધ થવા જઈ રહ્યો છે. તેના બંધ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ શો ના હોસ્ટ અને કોમેડિયન કપિલ શર્મા 17 જાન્યુઆરીના રોજ કલર્સ ચેનલ પર અંતિમ વાર દર્શકોને હસાવશે.

દર્શકોએ ખૂબ પસંદ કર્યા કપિલ

આ શો એ કોમેડી શો ને નવી ઉંચાઈ આપી. આ શો દ્વારા કપિલ શર્માને ખૂબ પ્રસિદ્ધિ મળી અને દર્શકોએ તેમને પસંદ પણ કર્યા.
કોમેડી નાઈટ્સ વિથ કપિલ શરૂ થયો હતો તો ખૂબ જ જલ્દી આ શો દુનિયાભરના ઘર ઘર સુધી પહોંચી ગયો હતો. પણ હવે તેને બંધ કરવામાં આવી રહ્યો છે અને 17 જાન્યુઆરીના રોજ આ શો નુ અંતિમ પ્રસારણ હશે.

કેમ બંધ કરી રહ્યા છે કપિલ પોતાનો શો

એવુ કહેવાય રહ્યુ છે કે કપિલ શર્મા ચેનલથી નારાજ હતા. કારણ કે પહેલા આ શો અઠવાડિયામાં 2 દિવસ મતલબ શનિવાર અને રવિવારની રાત્રે પ્રસારિત થતો હતો. પણ છેલ્લા કેટલાક દિવસોથી કપિલ શર્માના શો ને અઠવાડિયામાં એક જ દિવસનુ સ્થાન મળ્યુ હતુ. એ પણ ફક્ત રવિવારની રાત.
શનિવારની રાત્રે એક વધુ કોમેડી શો કોમેડી નાઈટ્સ બચાવો. શરૂ કરવામાં આવ્યો. આ નવા શો માં કૃષ્ણા, સુદેશ, ભારતી, શકીલ અને મુબીન જેવા કોમેડિયન લોકોને હસાવવા લાગ્યા. આ ઉપરાંત એવુ પણ કહેવાતુ હતુ કે જે કલાકારો કપિલના શો માં આવતા હતા તેમને માટે કોમેડી નાઈટ્સ બચાવોમાં પણ ફરજિયાત જવુ પડતુ હતુ. તેનાથી કપિલને આ પોતાના શો ની નકલ જેવુ લાગતુ હતુ.

આ વાતથી નારાજ કપિલ શર્માએ ચેનલથી છુટા થવાનો નિર્ણય લીધો છે. હવે પણ ખૂબ ફેમસ થઈ ચુક્યો છે અને દર્શકોનુ ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. જોવાનુ એ રસપ્રદ રહેશે કે શુ કપિલ શર્મા હવે કોઈ નવો શો લઈને કોઈ બીજી ચેનલ પર આવે છે કે હવે તેઓ ફક્ત ફિલ્મો પર જ ધ્યાન આપશે.
કપિલ એક ફિલ્મ કિસ કિસકો પ્યાર કરુ પણ કરી ચુક્યા છે જે સફળ પણ થઈ ચુકી છે.


આ પણ વાંચો :