શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (13:20 IST)

ઘર-પરિવારમાં ખુશીઓ લાવવા અજમાવો આ વાસ્તુ ટિપ્સ

ઘરમાં જો નકારાત્મક ઉર્જા હશે તો તો આ પોતાની અસર બતાવે છે.  બસ તેને ઓળખવી જરૂરી છે. જો ઘરમા આવતા જ તમને બેચેની લાગે કે પછી પરિવારના લોકો સાથે પરસ્પર લડાઈ ઝગડા થતા રહે છે. તનાવ રહે છે. કે પછી પરિવારના સભ્યોનુ સ્વાસ્થ્ય અવારનવાર બગડતુ રહે છે. કે પછી તુલસી કે ઘરમાં લાગેલા ફુલ દેખરેખ છતા પણ કરમાતા જોવા મળે તો સમજી લેવુ કે તમારા ઘરમાં નકારાત્મકતા છે.  નકારત્મક ઉર્જાને દૂર કરવા માટે વાસ્તુના કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે તેને જરૂર અજમવવા જોઈએ. તો આવો જાણીએ આ ઉપાયો 
 
- દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર એક થઈને અને ખુશીઓથી ભરપૂર રહે. ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય છે કે પરિવારમાં નાની-નાની વાતો પર અવારનવાર ઝગડો થતો રહે છે. જ્યારે આવી પરિસ્થિતિ મોટુ રૂપ લઈ લે તો ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે.  ઘરની પરેશાનીઓ તમારા ઓફિસના કાર્ય પર પણ અસર કરે છે. વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે જેની મદદથી આપણે આપણા પરિવારમાં નવી ખુશીઓ લાવી શકીએ છીએ. 
 
- ઘરના વડીલોની સેવા હંમેશા કરવી જોઈએ. તેમનુ આદર સન્માન કરવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે. 
- ઘરના ડ્રોઈંગ રૂમમાં ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રીકૃષ્ણનુ ચિત્ર લગાવો. આવુ કરવાથી બગડેલા સંબંધોમાં સુધારો આવે છે.  
 
- ઘરની બેઠકમાં શંખ કે સીપથી બનેલા પડદા લગાવવાથી પારિવારિક મતભેદ દૂર થાય છે. 
 
- ઘરમાં ક્યારેય પણ ફાલતુ અને નકામી વસ્તુઓ પડી ન રહેવા દો.  પલંગ નીચે તો ક્યારેય પણ ફાલતુ વસ્તુઓ ન મુકવી જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ નાખે છે. 
 
- ઘરના દરેક રૂમમાં ફટકડીનો ટુકડો મુકી દો. આ ઉપાયથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને વાસ્તુ દોષ દૂર થશે.  
 
-ગલગોટાના ફુલ પર રોજ કંકુ લગાવીને તુલસી પર અર્પિત કરો. આવુ કરવાથી પરિવાર વચ્ચેનો તનાવ ઓછો થાય છે.  

 
 
જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે.
 
- ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખવો.  
 
- ઘરમાં સુંદર કાંડનો પાઠ જરૂર કરાવો. આવુ કરવાથી ઘર- પરિવાર વિપદાથી હંમેશા સુરક્ષિત રહે છે..