ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated :અમદાવાદઃ , બુધવાર, 26 જૂન 2019 (14:28 IST)

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે. 

ભગવાનનું મોસાળ ગણાતું સરસપુરમાં પણ લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તૈયારીના ભાગરૂપે મંદિરમાં પર સમારકામ અને જે રથમા સવાર થઈને ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થઈને નગરનું પરિભ્રમણ કરશે, તે રથોનું શણગારવાનું કાર્ય પણ જોર શોરથી ચાલી રહ્યું છે. 

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા અષાઢી બીજે ખૂબ ધામધૂમથી નીકળશે. જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર એ ભગવાનના મામા નું ઘર કહેવાય છે જે મંદિરમાં પણ તૈયારીઓ શરુ કરાઇ છે જેમાં મંદિરનું સમારકામ અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવતા હોય છે.