શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

કાલસર્પ યોગને શાંત કરવાના સિદ્ધ ઉપાય

રાહુના અધિદેવતા કાળ છે  અને કેતુનો અધિદેવતા સાંપ છે . આ બન્ને ગ્રહોના વચ્ચે કુંડળીંની  એક બાજુ બધા ગ્રહ હોય તો કાલસર્પ દોષ કહેવાય છે. 
 
રાહુ-કેતુ હમેશા વક્રી ચાલે છે. અને સૂર્ય ચંદ્રમાર્ગી. જયોતિષ મુજબ કાલસર્પ દોષ 12 પ્રકારના છે. 
 
1. અનંત 
2. કુલિક 
3. વાસુકિ 
4. શંખપાલ 
5. પદ્મ 
6. મહાપદ્મ 
7. તક્ષક 
8. કર્કોટક 
9. શંખનાદ 
10. ઘાતક 
11. વિષાક્ત 
12. શેષનાગ 
 
કુંડળીમાં 12 પ્રકારના કાલસર્પ દોષ હોવાની સાથે રાહુની દશા ,અંતરદશામાં અસ્ત નીચ કે શત્રુ રાશિમાં બેસેલા ગ્રહ મારકેશ કે તે ગ્રહ જે વક્રી હોય ,તેના ચલતા જાતકને કષ્ટોનો સામનો કરવો પડે છે. આ યોગના કારણે જાતક અસાધારણ સફળતાઓ  પણ પ્રાપ્ત કરે છે ,પણ તેનું પતન પણ એકાએક થાય છે 
 
કાલસર્પને શાંત કરવાના સિદ્ધ ઉપાય
 
ચાંદીના નાગ-નાગિન યુગલ  ( કોઈ વજન ,જેની આંખોમાં લસણિયા નગ અને પૂંછડી પર ગોમેદ નગ લાગેલો  હોય ) એનું પૂજન નદી કાંઠે બેસીને કાચુ દૂધ, કાળા તલ , ધૂપ- દીપ ,લાલ દોરો,ચોખા ,જવ ,મિષ્ઠાનથી કરો.   નવ ગ્રહ કાલસર્પ પૂજન ,રાહુ-કેતુ પૂજન ,વાસ્ત્ય-પૃથ્વી ,પૂજન સર્વગ્રહ શંતિ  પૂજન ,કોઈ વિદ્વાન બ્રાહમણ પૂર્ણિમા અને 2 અમાસે સતત કરો. કાલસર્પ યોગ કુંડળીના કોઈ પણ ભાવથી બાંન્યો હોય તો પણ શાંત થઈ જાય છે અને લાભ થાય છે.