શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 6 નવેમ્બર 2017 (15:34 IST)

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર

મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે. 
 
મંગળવારના ટોટકા વિશેષ ફળ પ્રદાન કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ દેવતાની વિશેષ પૂજાનો દિવસ છે. જીવન સાથે જોડાયેલ બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ટોટકા મંગળવારે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવી છે. 

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર 
 
- કોઈપણ પ્રકારના કર્જથી મુક્તિ મેળવવા માટે 11 મંગળવાર વ્રત કરો અને સાંજે હનુમાનજીના મંદિરમાં દર્શન માટે જરૂર જાવ. 
- મંગળવારની રાત્રે 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. 
- રોજ હનુમાન ચાલીસા વાંચો. મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને તેમને પાનનું બીડું પણ અર્પિત કરો. તમારા બગડેલા કામ ફરીથી બનવા લાગશે. 
- હનુમાન ચાલીસા વાંચવાથી જ્યા પિતૃદોષ, રાહુદોષ, મંગળદોષ વગેરે દૂર થાય છે તો બીજી બાજુ ભૂત-પ્રેત વગેરેનો ડર પણ દૂર થાય છે. 
- માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિંજી સેવા મહિનામાં કોઈપણ એક મંગળવારે કરવાથી તમારો માનસિક તનાવ કાયમ માટે દૂર થઈ જશે. 
- વર્ષમાં એકવાર કોઈપણ મંગળવારે તમારા લોહીનુ દાન કરવાથી તમે હંમેશા માટે દુર્ઘટનાઓથી બચ્યા રહેશો. 
- 5 દેશી ઘી ના રોટનો ભોગ મંગળવારે લગાવવાથી દુશ્મનોથી મુક્તિ મળે છે. 
- વેપારમાં વૃદ્ધિ માટે મંગળવારે સિંદૂરી રંગનો લંગોટ હનુમાનજીને પહેરાવો 
- મંદિરની છત પર લગાવો લાલ ધ્વજા અને આકસ્મિક સંકટોથી મુક્તિ મેળવો. 
- તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર કરો.