શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (17:13 IST)

જયારે પરિણીતી ચોપરાએ ગુજરાતીમાં કહ્યું "કેમ છો મારા વ્હાલા ભાઈઓ અને બહેનો"

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં પુરજોશે એક તરફ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ બોલીવુડમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. આજકાલ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે બોલીવુડના સિતારાઓ નવી નવી યુક્તિઓ અજમાવતા હોય છે. બૉલીવુડ ફિલ્મનો સીધો સંબંધ હંમેશા ગુજરાત સાથે રહ્યો છે અને એટલે જ આજકાલ બોલીવુડમાં ગુજરાતી ટ્રેન્ડ જોવા મળે છે. રોહિત શેટ્ટી અને તેની ટીમ ફરી ગોલમાલ લઈને આવી રહ્યા છે ત્યારે તેમણે પણ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા ગુજરાત અને ગુજરાતી ભાષાની રાહ પકડી છે. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી સુપરહિટ ગોલમાલ ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ ન્યુ પ્રોડક્ટ ગોલમાલ અગેઇન આ દિવાળીએ સિનેમાઘરમાં ધૂમ મચાવશે ત્યારે આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે સૌ પ્રથમવાર ગુજરાતીઓના દિલમાં અને મનમાં વસવાટ કરવા હિન્દી જગતના કલાકારોએ ગુજરાતીભાષાની અને ગુજરાતી કલાકારોની મદદ લીધી છે. આ અંગે વાત કરતા માર્કેટિંગ એક્સપર્ટ ચેતન ચૌહાણ કે જે ગુજરાતમાં ગોલમાલ અગેઇન ફિલ્મનું પ્રમોશન સાંભળી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે, " જયારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મારી પાસે એકદમ ફ્રેશ પ્રમોશન પ્લાનની માંગ કરી હતી અને મેં જયારે ગુજરાતીમાં અપીલ કરતા વિડીયો બનવાનો પ્લાન શેર કર્યો તો એ પ્લાન ફક્ત રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટની ટીમને જ નહિં પરંતુ રોહિત શેટ્ટી અને તમામ એક્ટર્સને પણ ખુબ જ પસંદ પડ્યો હતો, ત્યારબાદ મેં તેમને અમુક સ્ક્રિપ્ટ્સ ગુજરાતીમાં લખીને મોકલાવી હતી અને મુંબઈથી આ આઇડિયા પર તરત અમલીકરણ કરીને ગોલમાલ અગેઇનના કલાકારો અજય દેવગણ, તબ્બુ, પરિણીતી ચોપરા, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ તથા અર્શદ વારસીએ ગુજરાતી ભાષામાં ડાયલોગ્સ બોલીને ગુજરાતી પ્રજાને ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી." આટલેથી ન અટકતા એક સ્ટેપ વધારે આગળ જઈને ચેતન ચૌહાણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે પણ સંક્ળાયેલા હોવાના નાતે એક ક્રોસ પ્રમોશન માટેની પણ તક ઉભી કરી હતી જે અંતર્ગત તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખુબ જ જાણીતા ચેહરાઓ સાથે વાત કરી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ દિલ ખોલીને બૉલીવુડનું સ્વાગત કરતા ગુજરાતીમાં બનાવાયેલ વિડીયો પોતાના સોશિયલ નેટવર્ક પર શેર પણ કયો છે.

આ ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ પેહલો એવો કિસ્સો છે જેમાં બોલીવુડના તમામ ટોચના કલાકરોએ ગુજરાતી ભાષામાં અપીલ કરતો વિડીયો બનાવ્યો હોય અને ઢોલીવુડના ટોચના કલાકારોએ તેને આવકાર્યો હોય. આ પહેલા પણ જયારે સ્પાઇડરમેન નો ગુજરાતી ભાષામાં વિડીયો આવ્યો હતો ત્યારે પણ ચેતન ચૌહાણે અમદાવાદમાં આવી જ રીતે તેનું ક્રોસ પ્રમોશન કર્યું હતું જે બંને ઇન્ડસ્ટ્રીના કલાકરો અને ફિલ્મો માટે સારી તક આપતું સાબિત થયું હતુ.