આ અભિનેત્રી એક સમયે હતી ધોનીની ગર્લફ્રેંડ, જાણો કેપ્ટન કુલ અને હોટ રાજ લક્ષ્મીની લવ સ્ટોરી

નવીદિલ્હી., ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (08:08 IST)

Widgets Magazine

ભારતીય ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓ વચ્ચે મૈત્રી અને સંબંધોની વાત નવી નથી. જો કે આવુ હંમેશા જોવા નથી મળતુ કે ક્રિકેટ અને અભિયનની દુનિયાની આ ભાગીદારી લાંબા સમય સુધી ચાલે. તાજેતરમાં જ આવો જ એક વધુ સંબંધ ચર્ચામાં છે. 
 
આ સંબંધ છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને જૂલી-2થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી રાય લક્ષ્મીનો. હાલ જૂલી 2 નો ટ્રેલર સામે આવ્યા પછી દરેક બાજુ રાય લક્ષ્મીના નામની ચર્ચા છે. જો કે ધોની અને તેમની વચ્ચેના સંબંધો વધુ ટક્યા નથી અને મોટાભાગના લોકોને આ વિશે જાણકારી પણ નથી.  ધોનીના જીવન પર બનેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ રાય લક્ષ્મીના પાત્રને બતાવ્યુ નહોતુ. 
ધોની સાથેના સંબંધોને કહી ચુકી છે ધબ્બો 
 
ઉલ્લેખનીય છે કે રાય લક્ષ્મીએ ધોનીના જીવન પર આવેલી ફિલ્મ રજુ થવા દરમિયાન ચિંતા બતાવી હતી કે ક્યાક ફિલ્મમાં તેના અને ધોનીના રિલેશન વિશે વાત સામે ન આવી જાય પણ આવુ ન થયુ. રાય લક્ષ્મીએ તો 2014માં એકવાર પરેશાન થઈને કહ્યુ હતુ કે અમારુ બ્રેકઅપ પાંચ વર્ષ પહેલા થઈ ગયુ છે. પણ ખબર નહી લોકો કેમ તેના વિશે વાતો કરતા રહે છે. આ તો મારા જીવનની ત્રાસદી બની ગયો છે. આ મારા જીવન પર એક દાગ છે. જે લાંબા સમય સુધી મારો પીછો નહી છોડે. 
ધોની સાથે તેથી ન થઈ શક્યા લગ્ન 
 
રાય લક્ષ્મીએ પોતાના અને ધોનીના સંબંધ વિશે જણાવ્યુ હતુ કે હુ એ ટીમની બ્રાંડ એમ્બેસેડર હતી જેમા ધોની રમી રહ્યા હતા અને એક વર્ષથી વધુ સમય સુધી અમારા સંબંધ રહ્યા હતા.  અમે તો ક્યારેય એકબીજાને કમિટેડ થયા નથી અને ન તો ક્યારેય લગ્ન કરવાનો વિચાર કર્યો.. તેથી ખબર નહી લોકો કેમ અમારી વિશે વાત કરે છે.  જ્યારે અમને લાગ્યુ કે અમારો સંબંધ લાંબો નહી ચાલી શકે તો અમે જુદા થઈ ગયા. ઉલ્લેખનીય છે કે 2009માં આ બંને વચ્ચેની મૈત્રી પરવાન ચઢી હતી. 
 
 
 જાણો ધોની અને રાય લક્ષ્મીની લવ સ્ટોરી 
 
ઉલ્લેખનીય છે કે રાય લક્ષ્મી સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રી છે અને તે લીડ એક્ટ્રેસના રૂપમાં બોલીવુડમાં જૂલી 2થી ડેબ્યૂ કરી રહી છે. જૂલી 2 રાય લક્ષ્મીના કેરિયરની 50મી ફિલ્મ છે. તેણે થોડા દિવસ પહેલા ધોની સાથે સંબંધો વિશે પૂછતા પરેશાન થઈને છાપામાં કહ્યુ હતુ કે ધોની પછી મારા ત્રણ ચાર રિલેશન રહ્યા છે પણ ન જાણે કેમ લોકો ધોની વિશે જ પૂછે છે.  ધોની અને રાય લક્ષ્મીની મૈત્રી આ અભિનેત્રીની બર્થડે પાર્ટીથી શરૂ થઈ હતી. 2008માં રૈના અને ધોની ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા હતા અને બંને ખેલાડી આ અભિનેત્રીની બર્થડે પાર્ટીમાં જોડાયા હતા. તેણે ત્યારે એક ઈંટરવ્યુ માં કહ્યુ હતુ કે જો ધોની તેમને લગ્ન માટે પ્રપોઝ કરશે તો તે લગ્ન કરી લેશે.  જો કે બંને વચ્ચેના સંબંધો આગળ વધી શક્યા નથી અને ધોનીએ 2010માં સાક્ષી સાથે લગ્ન કરી લીધા અને રાય લક્ષ્મી હજુ પોતાના કેરિયરને બનાવવામાં વ્યસ્ત છે.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

ટીવી પર થઈ બૈન અંગુરી ભાભી આઈટમ સોંગ કરવા માંડી, જુઓ અંગૂરી ભાભીનુ Hot આઈટમ સોંગ

કૉન્ટ્રોવર્સી ક્વીન અને એંડ ટીવીના લોકપ્રિય ટીવી સીરીયલ ભાભી જી ઘર પર હૈ માં અંગુરી ...

news

ગણેશ વિસર્જન પર સૌની નજર ગણપતિને બદલે ટકી Aishwarya Rai, સાક્ષાત દેવી બનીને પહોંચી...

આજે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો વિસજર્ન માટે નીકળી પડ્યા છે. ...

news

માત્ર ટ્રેલરથી સની લિયોનીના હોશ ઉડાવી દીધા આ સાઉથની આ હીરોઈને

બૉલીવુડમાં જ્યારે પહેલી જૂલી આવી તો હાહાકાર મચી ગયું. જ્યારે બીજી જૂલી આવી તો બોલ્ડનેસના ...

news

KBC ને હોસ્ટ કરવા માટે આટલી ફીસ લે છે .. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનો સૌથી મશહૂર રિયલિટી શો કોન બનેગા કરોડપતિ નો નવમું સીજન 28 અગસ્ત રાત્રે 9 ...

Widgets Magazine