જાહ્નવી પછી હવે ખુશીને લોંચ કરશે કરણ જોહર, શાહરૂખના પુત્ર આર્યન ખાન સાથે કરશે ડેબ્યુ

khushi kapoor
Last Modified મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (10:01 IST)
બોલીવુડમાં વર્તમાન દિવસોમાં સ્ટારકિડના ડેબ્યુનો ટાઈમ ચાલી રહ્યો છે. જાહ્નવી અને ઈશાન પછી હવે સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ફિલ્મોમાં જોવા મળવાની છે.
બીજી બાજુ કેટલાક અન્ય સ્ટારકિડ ફિલ્મોમાં આવવા માટે અત્યારથી ધ્યાન આપી રહ્યા છે. જાહ્નવી પછી પણ ખૂબ જલ્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. જી હા.. જાહ્નવીની જેમ ખુશીને પણ કરણ જોહર લોંચ કરવાનુ વિચારી રહ્યા છે અને તેમના અપોઝિટ જોવા મળી શકે છે બોલીવુડના કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન.
આર્યનની ડેબ્યૂ ફિલ્મને લઈને ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે.
પણ હવે એ પાક્કુ થઈ ગયુ છે કે તે ટૂંક સમયમાં જ ઈંડસ્ટ્રીમાં ડગ માંડશે.
khushi kapoor
ડેક્કન ક્રૉનિકલના ન્યુઝ મુજબ બોલીવુડ ડાયરેક્ટર કરણે આર્યનના ડેબ્યૂની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ફિલ્મમાં ખુશીને લેવાની પ્લાનિંગ ચાલી રહી છે અને આ માટે તેમણે અત્યારથી ટિપ્સ આપવા પણ શરૂ કરી દીધા છે. જી હા જો તમે ધ્યાન આપ્યુ હશે કે ખુશી કપૂર છેલ્લા કેટલાક સમયથી વધુ ગ્લેમરસ જોવા મળી રહી છે.
કરણ જોહરે ખુશીને ગ્રૂમ કરવાની સલાહ આપી છે. જેને કારણે તે છેલ્લા કેટલાક સમયથી એટલી ગ્લેમરસ દેખાય રહી છે કે બોની કપૂરને પૂરી આશા છે કે જો ખુશી કરણ જોહરની સાથે પોતાનુ ડેબ્યૂ કરશે તો તે પણ જાહ્નવીની જેમ સ્ટારડમ મેળવી શકશે. એ જ કારણ છે કે તેમણે ખુશીના બોલીવુડ ડેબ્યૂની સંપૂર્ણ જવાબદારી કરણને સોંપી દીધી છે.

khushi kapoorઆ પણ વાંચો :