ધક ધક ગર્લના દિવાના લાખો, પણ આ સિંગરે માધુરી સાથે લગ્નની ઓફર ઠુકરાવી હતી

madhuri
નવી દિલ્હી| Last Modified મંગળવાર, 15 મે 2018 (14:57 IST)
. બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતના દેશમાં અનેક ફૈન છે. એ હંમેશા પોતાની એક્ટિંગ અને પોતાના ડાંસ દ્વારા દર્શકોનુ મનોરંજન કર્યુ છે અને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યુ પણ શુ તમને ખબર છે કે એક સમય એવો હતો કે જ્યારે તેમના પેરેનેટ્સ દ્વારા તેમનુ માંગુ જાણીતા સુરેશ વાડકરને મોકલવામાં આવ્યુ હતુ પણ સુરેશે આ લગ્ન માટે ના પાડી દીધી હતી. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે એવુ શુ કારણ રહ્યુ હશે કે તેમણે આટલી જાણીતી અને સુપરહિટ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
madhuri
ઉલ્લેખનીય છે કે સૂત્રોના જણાવ્યા મુજબ સુરેશે આ લગ્નથી એટલા માટે ઈંકાર કર્યો હતો કારણ કે એ સમયે માધુરી ખૂબ જ પાતળી હતી.
ઉલ્લેખનીય છે કે માધુરી એ સમયે ખૂબ ફેમસ થઈ ગઈ હતી અને અનેક ફિલ્મોમાં કામ કરી રહી હતી. જે કારણે તેમના પેરેંટ્સને તેમના લગ્નને લઈને ખૂબ ચિંતા રહેતી હતી. જ્યાર પછી તેમણે સિંગર સુરેશ વાડકરને માધુરીના લગ્નનુ પ્રપોઝલ મોકલ્યુ હતુ. જો કે તેમણે આ માંગુ માધુરી પાતળી હોવાને કારણે ઠુકરાવ્યુ હતુ.
જો કે આ કારણે માધુરીએ ફિલ્મોમાં કામ કરવુ છોડ્યુ નહોતુ.
madhuri
માધુરી સતત ફિલ્મોમાં કામ કરતી રહી અને 6 ફિલ્મફેયર એવોર્ડ અને એક પદ્મશ્રી એવોર્ડ પોતાને નામે કર્યો.
માધધુરીએ આજ સુધી 14 વાર ફિલ્મફેયર માટે નોમિનેટ કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત તેમણે 1999માં ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. બંનેના બે બાળકો છે અરિન અને રયાન. વર્ક ફ્રંટ પર વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ મરાઠી સિનેમા બકેટ લિસ્ટ દ્વારા ડેબ્યૂ કરવાની છે.આ પણ વાંચો :