... તો વિરાટ-અનુષ્કાને બીજીવાર કરવા પડી શકે છે લગ્ન

અંબાલા., સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:05 IST)

Widgets Magazine
virat anushka

 ગયા વર્ષે થયેલ હાઈપ્રોફાઈલ લગ્નને લઈને મોટો સવાલ ઉઠી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની સુપર હિટ અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન કર્યા. તેમના ચર્ચિત લગ્નના પંજીકરણને લઈને સવાલ ઉભા થયા છે. બંનેયે 11 ડિસેમ્બરના રોજ ઈટલીના ટસ્કની શહેરમાં બોરગો ફિનોસિએતો રિસોર્ટમાં લગ્ન કર્યા. પણ રોમ સ્થિત ભારતીય દૂતાવાસમાં આ અંગેની માહિતી આપી નહી. આવામાં તેમના વિવાહના નોંધણીમાં અવરોધ લાગી શકે છે અને તેમને ફરીથી કોર્ટ મેરેજ કરવા પડી શકે છે. 
 
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ અને અંબાલા શહેરના રહેવાસી હેમંત કુમાર દ્વારા વિદેશ મંત્રાલયમાં 13 ડિસેમ્બરના રોજ લગાવેલ આરટીઆઈના જવાબમાં રોમ સ્થિત ભારતીય દૂતાવાસમાંથી 4 જાન્યુઅરેના રોજ જવાબ આપ્યો. જેમા આ ચોખવટ થઈ છે કે વિરાટ અને અનુષ્કાએ નિયમ મુજબ પોતાના લગ્ન વિશે ઈટલીમાં આવેલ ભારતીય દૂતાવાસના મેરેજ ઓફિસરને માહિતી આપી નહોતી. હેમંત કુમાર મુજબ વિદેશમાં લગ્ન કરવાની પરિસ્થિતિમાં આ માહિતી આપવી જરૂરી હોય છે. 
 
હેમંત કુમારે જણાવ્યુ કે નિયમો મુજબ કોઈ ભારતીય વ્યક્તિ બીજા દેશમાં જઈને લગ્ન કરે છે તો તે વિદેશી લગ્ન અધિનિયમ-1969ના હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવે છે પણ વિરાટ અનુષ્કાના લગ્ન અધિનિયમ હેઠળ નથી થયા. આવામાં હવે દેશના જે રાજ્યમાં વિરાટ કોહલી-અનુષ્કા રહેશે ત્યા તેમને એ રાજ્યના નિયમ મુજબ લગ્ન રજિસ્ટર્ડ કરવા માટે બીજીવાર લગ્ન કરવા પડી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

ક્રિકેટર ઈરફાન પઠાણના માઠા દિવસો,વડોદરાની ટી20 ટીમમાંથી પણ બહાર

એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણની પડતી ચાલી રહી ...

news

વર્ષ 2017માં ગૂગલ પર વિરાટ કોહલીને પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાયું

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ફેંસ ન માત્ર ભારતમાં પણ દુનિયામાં છે. ભારતના ...

news

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ

ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરૂવારે થયેલ રિસેપ્શનમાં ...

news

Ind vs SL 1st T20: ભારતે શ્રીલંકા પર 93 રનની શાનદાર જીત નોંધાવી

ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે બારાબતી સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 93 ...

Widgets Magazine