મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (16:17 IST)

BCCIએ પદ્મ ભૂષણ માટે MS ધોનીનું નામ મોકલ્યું

BCCI nominates MS Dhoni for Padma Bhushan award
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું નામ પદ્મ ભુષણ માટે મોકલ્યું છે. પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું નામ પદ્મ ભુષણ માટે મોકલ્યું છે.પીટીઆઈ સાથેની વાતચીતમાં બીસીસીઆઈ અધિકારીએ નામ ના બતાવવાની શરતે જણાવ્યું કે, સભ્યો વચ્ચે ધોનીના શાનદાર રેકોર્ડને લઈને કોઈ શક નહતો. તેમની કેપ્ટનસીમાં ભારતે 2007નું ટી-20 વર્લ્ડ કપ જીત્યું હતું. 
 
ધોની 10 હજાર રનની નજીક છે. મહેન્દ્રસિંહ ધોને આ અગાઉ ખેલ રત્ન, પદ્મ શ્રી અને અર્જુન એવોર્ડ પણ મળી ચુક્યો છે. જો ધોનીનું નામ પદ્મ ભૂષણ માટે નક્કી થશે તો તે આ એવોર્ડ મેળવનાર 11મો ક્રિકેટર બનશે. આ અગાઉ સચિન, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને આ સન્માન મળી ચૂક્યું છે.