શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:21 IST)

સચીન તેંદુલકર ગુજરાતની અસ્મીતા સમાન કચ્છની મુલાકાતે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર આજે બુધવારે સવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પત્ની સાથે સચિન ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ચાહકોમાં સચિનના આગમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર જાણ થતાં જ ક્રિકેટ રસિકો દોડી ગયા હતા અને દૂરથી ક્રિકેટના ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ તેઓ મુંબઈથી સીધા ફ્લાઈટમાં ભુજ એરપોર્ટ આવીને માંડવી રવાના થયા હતા. માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રિસોર્ટ પર તેઓ રોકાણ કરવાના છે.

સચિન પત્ની સાથે એક દિવસીય કચ્છ પ્રવાસે છે. રાજ્યસભાના સાંસદ અને ભારત રત્નનું બિરુદ મેળવી ચુકેલા સચિનની મુલાકાતને લઇ સ્થાનિક ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો હતો. સચિન સપરિવાર કચ્છ ફરવા આવ્યા છે. સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત છે. તેથી પોતાની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે સચિને રિસોર્ટના સંચાલકોને પણ સ્પષ્ટ લેખિત તાકીદ કરી છે. સચિનની એક ઝલક નિહાળવા તેના ચાહકો બેતાબ રહ્યા હતા. જો કે, સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત હોવાથી ક્રિકેટ ચાહકોને એક ઝલક નિહાળવા માટે તરસવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન આજે આખો દિવસ કચ્છમાં રહી રાત્રિ રોકાણ સેરેના રિસોર્ટમાં કરીને ગુરૂવારે પરત હવાઈમાર્ગે રવાના થશે.