BCCI એ યુસુફ પઠાણને કર્યા આ કારણોસર કર્યા સસપેંડ

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:29 IST)

Widgets Magazine

બીસીસીઆઈએ હિન્દુસ્તાનમાં પોતાના એક ખેલાડીને સસ્પેંડ કરી દીધો છે.  વર્તમાન સમયમાં ટીમ ઈંડિયામાંથી બહાર જઈ રહેલા ક્રિકેટર યુસૂફ પઠાણને મોટો ઝટકો લાગ્યો છે. પઠાનને પ્રતિબિંધિત પદાર્થ લેવા ને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) એ સસ્પેંડ કર્યો છે.  ગયા વર્ષે એક ટૂર્નામેંટ દરમિયાન યુસૂફ પઠાનનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ જોવા મળ્યો. તેમને પ્રતિબંધિત પદાર ટરબ્યૂટલાઈન લેવા માટે પોઝિટિવ જોવામાં આવ્યા. આ પદાર્થ સમાન્ય રીતે કફ સિરપ (ખાંસીની દવા)માં જોવા મળે છે. પઠાન પર બીસીસીઆઈએ પાંચ મહિનાનો બેન લગાવ્યો છે. 
આઈપીએલ રમી શકશે પઠાણ 
બીસીસીઆઈએ પઠાણને સસપેંડ કર્યા પછી તેમની ઘરેલુ ક્રિકેટ સાથે સાથે ટીમ ઈંડિયામાં કમબેકના પ્રયત્ન પર જોરદાર ઝટકો લાગ્યો છે. બીસીસીઆઈએ પઠાન પર પાંચ મહિનાની રોક લગાવી છે.  જે 15 ઓગસ્ટ 2017થી લાગૂ થઈ અને આ 14 જાન્યુઆરી 2018 સુધી સમાપ્ત થઈ જશે. આ દરમિયાન ઘરેલુ સત્રમાં રમાયેલા તેમની મેચોના પરિણામો પણ રદ્દ કરવામાં આવી શકે છે.
 
પઠાણે બીસીસીઆઈના ડોપિંગ વિરોધી ટેસ્ટ કાર્યક્રમ દરમિયાન 16 માર્ચ 2017 ના રોજ નવી દિલ્હીમાં ઘરેલુ ટી-20 મેચ દરમિયાન યૂરિન સેંપલ આપ્યુ હતુ. તેમા આ સેંપલની તપાસ કરવામાં આવી અને તેમા પ્રતિબંધિત પદાર્થ ટબ્યૂટેલિનની માત્રા જોવા મળી. 
yusuf pathan
પઠાણે પરમિશન લીધી નહોતી 
 
કોઈપણ ખેલાડીએ આ દવા લેતા પહેલાથી જ મંજુરી લેવી પડે છે. પણ દવા લેતા પહેલા ન તો યૂસુફ પઠાણે પરમિશન લીધી કે ન તો વડોદરા ટીમના ડોક્ટરે. પરિણામ એ આવ્યુ કે યૂસુફ ડોપ ટેસ્ટમાં પકડાય ગયા અને હવે બીસીસીઆઈએ તેમને સસ્પેંડ કર્યા છે.  ડોપ ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવતા જ બીસીસીઆઈએ વડોદરા એસોસિએશનને ચાલુ સત્રની બાકી મેચો માટે યૂસુફને ટીમમાં ન લેવાનો ઓર્ડર આપ્યો છે. 
 
પઠાને આપી સફાઈ 
 
પઠાને ડિપિંગ રોધી નિયમ તોડવાની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યુ કે જે દવા લખી હતી તે ઉપરાંત તેને કોઈ અન્ય દવા આપવામાં આવી જેમા ટબ્યૂટેલિનની માત્રા હતી. પઠાને જો કે કહ્યુ કે તેમણે જાણી જોઈને આ દવાનુ સેવન કર્યુ નથી અને તેમના સેવનનો ઉદ્દેશ્ય ફક્ત ગળામાં થતુ સંક્રમણ દૂર કરવાનો હતો પોતાના પ્રદર્શનને સુધારવા માટે નહી. 
 
ડોપિંગમાં ફસાનારા બીજા ભારતીય ક્રિકેટર 
 
યૂસુફ પઠાન ડોપ ટેસ્ટમાં ફસાનારા બીજા ભારતીય ક્રિકેટર છે. આ અગાઉ 2012માં દિલ્હી ડેયર ડેવિલ્સના બોલર પ્રદીપ સાંગવાનને ટોપ ટેસ્ટમાં ફસાવવાને કારણે 18 મહિનાનુ બેનનો સામનો કરવો પડ્યો હતો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

... તો વિરાટ-અનુષ્કાને બીજીવાર કરવા પડી શકે છે લગ્ન

ગયા વર્ષે થયેલ હાઈપ્રોફાઈલ લગ્નને લઈને મોટો સવાલ ઉઠી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ...

news

ક્રિકેટર ઈરફાન પઠાણના માઠા દિવસો,વડોદરાની ટી20 ટીમમાંથી પણ બહાર

એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણની પડતી ચાલી રહી ...

news

વર્ષ 2017માં ગૂગલ પર વિરાટ કોહલીને પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાયું

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ફેંસ ન માત્ર ભારતમાં પણ દુનિયામાં છે. ભારતના ...

news

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ

ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરૂવારે થયેલ રિસેપ્શનમાં ...

Widgets Magazine