ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2017 (13:23 IST)

રાહુલ મંદિરો ફરે અને સિબ્બલ મંદિરનો કેસ રોકે છે - અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અયોધ્યા કેસ અંગે અમદાવાદમાં  પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસના નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલ સહિત  રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા છે. અમિત શાહે કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિરમાં ફરે છે અને બીજી તરફ રામ મંદિરનો કેસ રોકવા કોંગ્રેસ ચાલ ચાલી રહી છે. આ મામલે અમિત શાહે કોંગ્રેસે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાની વાત પણ કરી હતી. અમિત શાહે  કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે રામજન્મ ભૂમિની સુનવણી શરૂ થઇ છે.

તમામ લોકો ઇચ્છે છે કે સુનવણી જલ્દી સમાપ્ત કરવામાં આવે અને જલ્દીથી આ મામલે નિર્ણય આવે.  આ વચ્ચે સર્વોચ્ચ અદાલતની સામે કોંગ્રેસના નેતા અને આ કેસના વકીલે તેવા કપિલ સિબ્બલે કહ્યું કે જુલાઇ 2019 સુધી આ કેસની સુનવણી ના થવી જોઇએ. જ્યારે પણ કોંગ્રેસ એક અલગ પ્રકારનો સ્ટેન્ડ લેવા માગે છે તો કે કપિલ સિબ્બલને આગળ લાવે છે. 2જી સ્કેમથી લઇને ગુજરાતમાં પાટીદારોને 50 ટકાથી વધુ અનામત મામલે કે પછી રામ મંદિર સુનવણી પાછી લેવા મામલે પણ કપિલ સિબ્બલ જ સામે આવ્યા છે.તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની માંગ છે કે કોંગ્રેસ તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. શું કોંગ્રેસ પણ ઇચ્છે છે કે 2019 સુધી આ કેસની સુનવણી ના થાય? વધુમાં તેમણે