શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (17:04 IST)

રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં, મોદી અને જય શાહ પર કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કર્યાં પછી રાહુલ ગાંધી મંગળવારે ગુજરાત ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ પહોંચ્યા હતા. કચ્છના અંજારમાં રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેઓએ પોતાના રસોડાનો હાલ બતાવી ગુજરાત સાથે જોડ્યો હતો અને ગુજરાતે મારી આદત બગાડી હોવાનું જણાવ્યું. સાથે જ તેમણે ગુજરાત સરકાર, નરેન્દ્ર મોદી અને અમિત શાહના પુત્ર જય શાહ પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી શા માટે રફાલ મુદ્દે પુછવામાં આવેલા ત્રણ પ્રશ્નોના જવાબ નથી આપતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રજાને લુભાવવાના પ્રયાસો તેજ થઈ રહ્યાં છે. કોઈ વિકાસની વાતો કરે છે તો કોઈ પોતાના રસોડાને ગુજરાત સાથે જોડે છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલે કહ્યું કે, “ગઈકાલે મારી બહેન પ્રિયંકા મારા ઘરે આવી હતી. તેને કહ્યું કે તારા કિચનમાં બધું જ ગુજરાતી છે. ખાખરા ગુજરાતી, અથાણું ગુજરાતી,  તમે લોકોએ મારી આદત બગાડી દીધી છે, મારું વજન વધી રહ્યું છે. રાફેલ જહાજનો કોટ્રાક્ટ એચએલ કંપનીને આપવામાં આવ્યો હતો, તે અનુભવી કંપની હતી છતાં આ કોન્ટ્રાક્ટ બદલીને નરેન્દ્ર મોદીના ખાસ ઉદ્યોગપતિને આપવામાં આવે છે. આ ઉદ્યોગપતિએ ક્યારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે 45 હજાર કરોડનું કૌભાંડ છે. મોદી પેરિસમાં જઇને જાહેરાત કરે છે અને રક્ષામંત્રી ગોવામાં મચ્છી માર્કેટમાંથી માછલી ખરીદે છે. અમે વડાપ્રધાનને ત્રણ પ્રશ્નો પૂછ્યા. તમે આ ડીલ બદલી તો હવાઇ જહાજનો ભાવ ઘટ્યો કે વધ્યો. આ ઉદ્યોગપતિને કયા કારણોસર કોન્ટ્રાક્ટ આપ્યો. અમે તેમને એ પણ પૂછ્યું ડિફેન્સનો કોઇપણ મામલો હોય ત્યારે એક કમિટિને પુછવામાં આવે છે. ત્યારે શું તમે પેરિસમાં નિર્ણય લીધો ત્યારે એ કમિટિને પૂછ્યું હતું કે નહીં. આ વર્ષે પાર્લામેન્ટ બંધ છે અને ગુજરાતની ચૂંટણીના આગલા દિવસે ખુલવા માગે છે. જય શાહ અને રફાલ મામલે પાર્લામેન્ટમાં વાતચીત થાય. ગુજરાતની જનતા જાણે અને સમજે કે રફાલ અને જય શાહના મામલે શું થયું. આ શરૂઆત છે. રફાલનો મામલો, જય શાહનો મામલો શરૂઆત છે. હજું ઘણા પ્રશ્નો છે. એ સામે આવશે. દેશની જનતાની સામે આવશે. ગુજરાતની જનતાની સામે આવશે. તેને કોઇ રોકી નહીં શકે. ચૂંટણીનો સમય છે. ગુજરાતના ભવિષ્યની વાત છે. અમે તમને એ સારું ભવિષ્ય આપી શકીએ છીએ ગુજરાતની સરકાર બનાવીશું. તમને પૂછ્યા વગર, તમારી વાત સાંભળ્યા વગર કોંગ્રેસ પાર્ટીનો મુખ્યમંત્રી નિર્ણય નહીં લે, તમારી વચ્ચે આવીને તમારી વાત સાંભળીને સમજીને નિર્ણય લેશે. જીએસટી, નોટબંધી જેવા નિર્ણયો અમે નહીં લઇએ.