સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:22 IST)

25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર - જસદણમાં હાર્દિકનો રોડ શો

આજે હાર્દિક પટેલનો જસદણમાં રોડ શો અને આટકોટમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે તડકો નથી આવતો એટલે વિજય નક્કી છે. શું પાક વીમો બધા ખેડૂતોને મળી ગયો.  સરકાર આવશે તો કપાસના 1500 આપીશ તેવું ભાજપે કહ્યું હતું પણ એક મણના કે બે મણના. આપણે ખેડૂતો અઢી વર્ષે બળદ બદલતા હોઇએ છીએ પરંતુ 25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર છે.   હાર્દિકે વધુમાં જણાવ્યું  હતું કે,  પાણી વગરના રૂપાણીએ 0 ટકાએ લોન આપી તેવી ખેડૂતોને વાત કરી તો તમને મળી ખરી. ખેડૂતોને આદત પડી ગઇ છે ગુલામી કરવાની. માર્કેટ યાર્ડમાં ભાજપના આગેવાનોની ખરીદી પહેલા કરવામાં આવે છે.  

જો ખેડૂતો અવાજ કરશે તો જ સરકાર સાંભળશે. ભાજપ બહેરી થઇ ગઇ છે. ચૂંટણી   અત્યારના ખેડૂતનો દીકરો ખેડૂત બનવાનું વિચારતો નથી. ભાજપની સરકારે આપણા 24 છોકરાઓને મારી નાંખ્યા. આપણને ગોરાઓથી આઝાદી મળી છે.  કોઇપણ હોસ્પિટલનું ઉદઘાટન કરાવો તો ભાજપના નેતાઓને શું કામ બોલાવો છો. 19મી ડિસેમ્બરે અખબારોમાં એવું આવવું જોઇએ કે, ગુજરાતમાં અહંકારની હાર થઇ તેવી અપેક્ષા રાખું છું.