શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2017 (13:35 IST)

ભ્રષ્ટાચાર 500 અને 1000ની નોટના બદલે હવે 2,000ની નોટથી થાય છે - ચિદમ્બરમ્

નોટબંધી ભારતીય અર્થતંત્ર પર કુઠારાઘાત સાબિત થયો છે અને જીએસટીનો જે સ્વરૂપમાં અમલ થયો છે તેને જીએસટી ગણી જ ના શકાય એમ અમદાવાદની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નોકરીઓનું સર્જન થવાના બદલે નોકરીઓ ઘટી રહી છે તેથી યુવાનોમાં આક્રોશ છે અને તેના કારણે યુવા આંદોલનકારીઓને સાંભળવા લોકો એકઠાં થાય છે. ગુજરાતનો વૃદ્ધિદર છેલ્લાં ચાર વર્ષથી ઘટીને તળિયે પહોંચ્યો હોવાના આંકડા પણ તેમણે આપ્યાં હતા.

ચિદમ્બરમનું વક્તવ્ય દરમિયાન ચેમ્બરના ઉપપ્રમુખ જયેન્દ્ર તન્ના તથા સેક્રેટરી અનિલ સંઘવી અને ટ્રેઝરર પ્રતાપ ચંદન ઉપસ્થિત હતા પરંતુ ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારી તથા જૈમિન વસા તેમાં ઉપસ્થિત રહ્યા નહોતા. બિપીનભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે સરકારે ચેમ્બરના હોદ્દેદારોને આ કાર્યક્રમના આયોજન બદલ ખખડાવ્યા હોવાથી તેઓ અહીં હાજર રહેતાં પણ ડરે છે.alt148 જોકે, આ અંગે ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, alt147ચેમ્બરમાં બુધવારે ઝિમ્બાબ્વેથી ડેલિગેશન આવી રહ્યું છે તેના અંગે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર સાથે બેઠકમાં અમારે જવાનું થયું હતું