શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (15:35 IST)

મધ્ય ગુજરાતમાં કુલ ૩૪ માંથી ભાજપને ૨૧, કોંગ્રેસને ૯ અને બે બેઠક અપક્ષે જીતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ભાજપને ૩૪માંથી ૨૧ બેઠક મળી છે. જયારે કોંગ્રેસે ૯ બેઠક પર વિજય મેળવ્યો હતો. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ બે અને બે બેઠક અપક્ષે જીતી છે. જયારે એકકે બેઠક એનસીપી, અપક્ષ સાથે જનતાદળને મળી હતી. એટલે ૨૦૦૭ની સરખામણીમાં ૨૦૧૨માં ભાજપને ૭ બેઠક વધુ મળી હતી. જયારે આ ભાજપે મધ્ય ગુજરાતમાં ભાજપને ૨૧ સીટ મળતા ૨૦૧૨ની સરખામણીએ૧ બેઠકનું નુકશાન થયું છે. જયારે કોંગ્રેસે ૯ સીટ જાળવી રાખી છે.

ભરૃચ અને નર્મદા જિલ્લામાં આ વખતે કોંગ્રેસ એક-એક બેઠક મેળવીને પાંચ વર્ષના ગાળા બાદ ખાતું ખોલાવ્યું છે. કોંગ્રેસને આ વખતે પંચમહાલમાં ફટકો પડયો છે અને તેનું ખાતું પણ ખૂલ્યું નથી. પાદરા બેઠક ક્ષત્રિયવાદ અને કરજણ બેઠક જૂથબંધીને કારણે ગુમાવી વડોદરા જિલ્લાની પાંચ બેઠક પૈકી ભાજપે હાથમાંની બે બેઠક ગુમાવવાનો વખત આવ્યો છે.આ બંને બેઠક ગુમાવવા પાછળ ભાજપના પ્રદેશના મોવડીઓ સીધા જવાબદાર હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. પાદરા બેઠક પર કુલ ૨,૧૪,૭૩૧ મતદારો પૈકી ૫૦ ટકાથી વધુ મતદાર ક્ષત્રિય છે.જ્યારે,૨૨ હજારથી વધુ મુસ્લિમ મતદાર છે.આ બંને જ્ઞાાતિના મતદારોના મતદાનનું પ્રમાણ ૮૦ ટકા જેટલુ રહ્યુ હોવાનું મનાય છે. કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય આગેવાન જસપાલસિંગ ઠાકોરને ટિકિટ આપી હતી.જ્યારે,ભાજપે પાટીદાર ધારાસભ્ય દિનુમામાને રિપીટ કર્યા હતા.ભાજપના ક્ષત્રિય આગેવાન અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા કમલેશ પરમાર અને નગર પાલિકાના સદસ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય આગેવાનોએ ભારે વિરોધ કર્યો હતો અને બળવાની ખુલ્લી ચીમકી પણ આપી હતી. આ જ પ્રમાણે કરજણ બેઠક પર ભાજપના કેટલાક દાવેદારોએ ખુલ્લો બળવો કર્યો હતો અને ભાજપના પાર્લોમેન્ટરી બોર્ડને પત્ર લખી ખુલ્લો બળવો કરવાની ચીમકી પણ આપી હતી.પરંતુ પક્ષના મોવડીઓ ઉક્ત બંને બેઠકો ખિસ્સામાં છે તેવી હવામાં રહ્યા હતા અને તેમણે સ્થિતિ થાળે પાડવા ગંભીરતા પૂર્વક કોઇ પ્રયાસ કર્યો નહતો,પરિણામે ભાજપે બંન્ને બેઠકો ગુમાવવી પડી છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસે ત્રણમાંથી બે બેઠક ગુમાવી દીધી મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકોમાં એક કોંગ્રેસ એક ભાજપ અને એક અપક્ષને ફાળે ગઇ હતી. મહીસાગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. જેમાં એક બેઠક ઉપર ભાજપ અને એક બેઠક ઉપર અપક્ષનો વિજય થતાં કોંગ્રેસને મહીસાગર જિલ્લાની બાલાશિનોર બેઠક ઉપર કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાપજમાં ગયેલાં માનસિંહ ચૌહાણનો પરાજય થયો હતો. જયારે કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણનો વિજય થયો હતો. આજે મહીસાગર જિલ્લાની ચૂંટણીનો પી.એન. પંડયા કોલેજ ખાતે વહેલી સવારે મતદાન ગણતરીનો શરુઆત થઇ હતી. લુણાવાડા બેઠક ઉપર જોઇએ તો શરુઆતથી અંત સુધી ભાજપ અને અપક્ષ વચ્ચે કસોકસનો મુકાબલો થયો હતો. જેમાં અંતે અપક્ષ ઉમેદવાર રતનસિંહ મગનસિંહ રાઠોડની ૩૨૦૦ મતે વિજય થયો હતો. જેમાં ભાજપના મનોજભાઇ પટેલને ૫૧૮૯૮ મતો જયારે રતનસિંહ મગનસિંહ રાઠોડને ૫૫૦૯૮ મતો ળ્યા હતા. જયારે ત્રીજા ક્રમે રહેલી કોંગ્રેસના પરાંજયાદિત્યસિંહજીને ૪૭૦૯૩ મતો મળ્યા હતા. જયારે માજી સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકીને ૮૬૬૦ મતો મળ્યા હતા. શરુઆતમાં આ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ માનવામાં આવતો હતો. પરંતુ બાદમાં આ જંગ ત્રિપાંખી બન્યો હતો. જો કે આ બેઠક ઉપર નોટા મત ૩૪૧૯ પડતા અપક્ષ અને અન્ય ઉમેદવારો પરિણામને બદલી શકાય તેટલાકક મતો મેળવી ગયા હતા. તો બીજી તરફ કોંગ્રેસનો ગઢ ગણાતો બાલાશિનોર બેઠક ફરી એક વખત કોંગ્રેસ જીતી લઇને કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો. બાલાશિનોર બેઠક ઉપર કોંગ્રેસના અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણે તેમના નજીકના હરીફ ભાજપના માનસિંહ ચૌહાણને ૧૦૬૦૨ મતે પરાજય આપ્યો. આ બેઠક ઉપર ભાજપ પોતાની જીત માનતો હતો પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા બનાત ભાજપને આંચકો લાગ્યો છે. પોતાના ઉમેદવારો વિજેતા બનતા તેમના સમર્થકોએ વધાવી લીધા હતા. પી.એન. પંડયા કોલેજ ખાતે ટોળેટોળાં ઉમટી પડયા હતા અને પોતાના ઉમેદવારનું વિજય સરઘસ કાઢ્યું હતું. અબીલ ગુલાલ અને ડીજેના તાલે તમામ ટેકેદારો પોતાના ઉમેદવારો સાથે વિજય સરઘસ કાઠી નગરમાં ફર્યા હતા.