ગુજરાત - બીજેપી કાર્યાલય પર હાર્દિકના કાર્યકર્તાઓની ગુંડાગર્દી... પોલીસ મથક પર કર્યો પત્થરમારો

surat news
Last Modified શુક્રવાર, 24 નવેમ્બર 2017 (10:07 IST)
ગુજરાતમાં સૂરતના વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓએ જોરદાર હંગામો કર્યો. બીજેપી ઓફિસના ઉદ્દઘાટન પહેલા પાટીદાર કાર્યકર્તાઓએ બાઈક દ્વારા પહોંચીને નારા લગાવ્યા..

જ્યાર પછી પોલીસે તેમને હટાવવા માટે ત્યા લાઠીચાર્જ પણ કરવો પડ્યો.
ગુસ્સે ભરાયેલા વર્કર્સે પોલીસ પર પત્થરમારો કર્યો.
કરંજ સીટ પરથી બીજેપી કેંડીડેટ પ્રવિણ ઘોઘારીની નવી ઓફિસ બહાર પાસ વર્કર્સએ નારેબાજી અને હંગામો કર્યો.


વિસ્તારમાં પથ્થરમારો પણ કરાયો, જેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પાસના નેતાઓની અટકાયતને પગલે સુરત પાસના કન્વીનર અલ્પેશ કથેરિયા સહિતના કાર્યકારોએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો અને અટકાયત કરાયેલા ‘પાસ’ના કાર્યકરોને છોડી મૂકવાની માગ સાથે ત્યાં બેસી ગયા હતા. દરમિયાનમાં વરાછાથી કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ પોલીસમથકે પહોંચી ગયા હતા


આ પણ વાંચો :