જસદણમાં ભાજપના ઉમેદવાર અને પાસ કન્વીનર વચ્ચે અથડામણ

jasdan gujarat
Last Updated: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (17:36 IST)

આજે બેઠકના ભાજપના ઉમેદવાર ડો.ભરત બોઘરાને કાર્યાલય ખોલવા બાબતે આટકોટમાં જસદણ બાયપાસ ચોકડી પાસે પાસના કન્વીનર સુનિલ ખોખરીયા સાથે બોલાચાલી થઇ હતી. થોડીવાર ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ ત્યાં હાજર લોકોએ બન્નેને સમજાવ્યા હતા અને ઉમેદવાર કાર લઇ જતા રહ્યા હતા. જસદણ ભાજપના ઉમેદવાર ભરત બોઘરાને આટકોટમાં બાયપાસ ચોકડી પાસે કાર્યાલય ખોલવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ જગ્યા પાસના કન્વીનર સુનિલ ધીરૂભાઇ ખોખરીયાના મિત્રની હોવાથી તે ત્યાં પહોંચ્યો હતો અને કાર્યાલય ખોલવા માટે ના પાડી હતી. આથી ડો.ભરત બોઘરા ત્યાં આવી પહોંચ્યા હતા અને સુનિલ સાથે બોલાચાલી કરી હતી.

બાદમાં બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને ગાળાગાળી થઇ હતી. ભરત બોઘરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સુનિલે જણાવ્યું હતું. આ અંગે આટકોટ પોલીસને પાસના કાર્યકરોએ લેખિત અરજી કરી છે. તપાસ બાદ જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો :