મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (11:34 IST)

Surat News - સુરતમાં વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે અથડામણ

ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે અથડામણ થવાના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પાસના કાર્યકરને માર મારવાના પ્રકરણમાં ધારાસભ્ય કુમાર કાનાણીના સમર્થકોએ હુમલો કરાવ્યો હોવાની આશંકાએ રવિવારે મોડી સાંજે પાસના કાર્યકરોએ હિરાબાગ ખાતે ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલયની બહાર દોડી જઇને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પથ્થરમારો કરતા એક યુવાનને ઇજા પણ પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે.

હૂમલા અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, અમને ડોર ટુ ડોર કેમ્પેઈનમાં લોકોનો સહકાર મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસથી જોઈ ન શકાતા આ ભાડૂતી ગુંડા દ્વારા હુમલા કરાવવામાં આવી રહ્યાં છે.  રવિવારે રાતના સમયે પાસના કાર્યકરો 10થી વધારે બાઇક લઇને હિરાબાગ પાસે આવેલા ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય પાસે પહોંચી જઇને વિરોધ કરી રહ્યા હતા. તેમાં ભાજપના કાર્યકરોએ પણ કોઇ જવાબ આપ્યો નહોતો. જ્યારે પાસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કરતા વાત વણસી હતી.  આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક બનાવના સ્થ‌ળે પહોંચી જઇને મામલો થાળે પાડયો હતો.