સુરતના વરાછામાં ભાજપના કાર્યકરોએ પોલીસ પ્રોટેક્શન સાથે પ્રચાર કર્યો

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (14:49 IST)

Widgets Magazine
gujart news


વરાછામાં ચૂંટણી પ્રચારને  ભાજપના કાર્યકરોનો પાટીદારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે સર્જાયેલી માથાકુટ બાદ આજે વરાછાની પૂર્વી સોસાયટીમાં પોલીસ રક્ષણ વચ્ચે ભાજપીઓ ડોર ટુ ડોર કેમ્પેઈન માટે નીકળ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં. આ અંગે ભાજપી નેતાઓએ જણાવ્યું હતું કે, અમે કોઈ રક્ષણ માંગ્યુ નથી પરંતુ પોલીસની જીપ પેટ્રોલિંગ માટે નીકળી હતી. વરાછા વિસ્તારમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. રોજે રોજ પાસ દ્વારા ભાજપી નેતા અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્રણેક દિવસથી શરૂ થયેલા ભાજપના ડોર ટુ ડોર અભિયાનમાં મોટા વરાછાથી અમરોલીના ધારાસભ્યને પાસે વિરોધ કરી ભગાડ્યા બાદ ગુરૂવારના રોજ અમુક વિસ્તારમાં ઈંડા ફેંકાવાની સાથે સાથે વિરાટનગર સોસાયટીમાંથી ભાજપીઓને પ્રવેશબંધી કરાઈ હતી. તો કતારગામ વિસ્તારમાં ભાજપ કે કોંગ્રેસે મત માંગવા ન આવવાના બેનર લાગ્યાં છે. ત્યારે શુક્રવાર(આજે) પોલીસ પ્રોટેક્શન સાથે ભાજપી નેતાઓ પ્રચાર કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં પણ કુતૂહલતા છવાઈ ગઈ હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી Bjp Congress Surat News Election Result News Results Live Updates Latest News ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections Election Results Narendra Modi Amit Shah Rahul Gandhi Vidhan Sabha Elections Gujarat Assembly Election Gujarat Election Reuslt Gujarat Election News Gujarat Live Election Results Opposition Party In Gujarat List Of Chief Ministarer Rulling Party In Gujarat Elections In Gujarat Vidhan Sabha Number Of Voters In Gujarat Gujarat List Of Governors Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જો પાંચ ટકા મત વધારે મળે તો કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી જીતી શકે છે

વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી ...

news

આ ચૂંટણીમાં ભાજપ 2014 જેવો દેખાવ કરી શકશે ? લોકોમાં ચર્ચાઓ

શું ગુજરાતમાં આ વખતે ભાજપ ર૦૧૪ જેવો દેખાવ દોહરાવી શકશે ? આ પ્રશ્ન એટલા માટે ઉઠે છે કે ...

news

ગાંડા વિકાસનો આશા વર્કરો ઘરે ઘરે જઈને પ્રચાર કરશે પત્રિકાઓ વહેંચશે

રાજ્યભરની આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે આંદોલન શરુ કર્યું હતુ. ...

news

ગુજરાતમાં સૌરાષ્ટ્ર જીતવા મોદી મેજીક પર આધાર રાખતા ભાજપના નેતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હવે રઘવાયો પક્ષ બની ગયો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ...

Widgets Magazine