શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (13:18 IST)

આ ચૂંટણીમાં ભાજપ 2014 જેવો દેખાવ કરી શકશે ? લોકોમાં ચર્ચાઓ

શું ગુજરાતમાં આ વખતે ભાજપ ર૦૧૪ જેવો દેખાવ દોહરાવી શકશે ? આ પ્રશ્ન એટલા માટે ઉઠે છે કે ભાજપ અધ્યક્ષ શાહે આ વખતે ગુજરાત માટે ૧પ૦ પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ૧૮ર બેઠકો છે. સામાન્ય બહુમતીથી સરકાર બનાવવા માટે માત્ર ૯ર બેઠકોની જરૂર રહે છે. ગુજરાતમાં ભાજપ સતત ૧૯૯૮થી સત્તારૂઢ છે. ર૦૦૧માં મોદી સીએમ બન્યા બાદ તેમના નેતૃત્વમાં જ પક્ષે ત્યાં ર૦૦ર, ર૦૦૭, ર૦૧રની વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ પક્ષને ૧ર૭ બેઠકો સુધી જ સંતોષ માનવો પડયો હતો.

કોંગ્રેસે ૧૮પમાં ૧૪૯ બેઠકો જીતી હતી અને ગુજરાતમાં એ જ અંતિમ વિજય હતો.ભાજપે મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરી ર૦૧૪ની લોકસભાની ચૂંટણી લડી હતી. એ વખતે મોદી એક બ્રાન્ડ બની ચુકયા હતા અને તેમના નેતૃત્વમાં જ ભાજપે સમગ્ર દેશમાં વિજય મેળવ્યો હતો. ગુજરાતમાંથી ભાજપે તમામ ર૬ બેઠકો મેળવી હતી. આ વિજયને જો વિધાનસભા મત વિસ્તાર સાથે ગણવામાં આવે તો પક્ષને ૧૬પ બેઠકો પર સરસાઇ મળી હતી અને મતની ટકાવારી પણ ૬૦ ટકા રહી હતી. હવે જો ગુજરાતમાં ભાજપને ૧પ૦ પ્લસનો ટાર્ગેટ મેળવવો હોય તો તેણે ર૦૧૪ જેવો દેખાવ દોહરાવો પડશે ત્યારે સવાલ ઉભો થાય છે કે શું ભાજપ માટે આવુ કરવુ સરળ છે ? જો એક નજર નાખીએ તો ભાજપની સૌથી મોટી તાકાત મોદી છે જેમનુ આકર્ષણ સતત વધી રહ્યુ છે. દિલ્હી, બિહાર અને પંજાબની ચૂંટણીને બાદ કરતા જે રાજયોમાં ચૂંટણી યોજાય તેમાં મોદીનો જાદુ જોવા મળ્યો હતો. યુપી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણામાં ભાજપને વિજય મળ્યો હતો તો આસામ અને મણીપુર જેવા રાજયોમાં તેણે વિજય મેળવી નોર્થ ઇસ્ટમાં પગ જમાવ્યો હતો. ભાજપ પાસે શાહ જેવા રણનીતિકાર છે. તેમની રણનીતિ સામે ઉભુ રહેવુ વિપક્ષ માટે મુશ્કેલ હોય છે સાથોસાથ ભાજપ પાસે ગુજરાતમાં બુથ મેનેજમેન્ટનું માળખુ છે તેવુ વિપક્ષ પાસે નથી. વિપક્ષ પાસે ગુજરાતમાં એક વધુ માઇનસ પોઇન્ટ નેતૃત્વને લઇને છે. ભાજપ મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યુ છે અને તે પક્ષ માટે લોકલ ચહેરો પણ છે. વિપક્ષ પાસે આવુ નથી. જીજ્ઞેશ, અલ્પેશ અને હાર્દિકની યુવા ત્રિપુટીમાં કોઇ મુખ્યમંત્રીનો ચહેરો નથી. કોંગ્રેસ પાસે પણ મોદીનો મુકાબલો કરવાવાળો લોકલ ચહેરો નથી. આનો ફાયદો ઉઠાવતા ભાજપ એવુ કહે છે કે કોંગ્રેસના સીએમ પદના અઘોષિત ઉમેદવાર અહેમદ પટેલ છે. ભાજપની આ વાત રણનીતિનો એક હિસ્સો છે. ભાજપને ખબર છે કે અહેમદ પટેલના નામને હવા આપતા તેને ફાયદો થશે.અનુકુળ સ્થિતિ છતાં ર૦૧૪ જેવો દેખાવ કરવામાં ભાજપને ઘણી મુશ્કેલી છે. દલિત, પાટીદાર અને ઓબીસી તેમને નડી શકે તેમ છે. ઓબીસી અને પાટીદાર ભાજપની પરંપરાગત વોટ બેંક છે આ બધા કોની પાસે જશે એ નક્કી નથી. યુવા ત્રિપુટીનો સાથ મળવાથી કોંગ્રેસ જીવંત બની છે. તેના સહારે તે જીતવા માંગે છે ર૦ વર્ષથી સત્તામાં રહેવા બદલ તેની સામે એન્ટીઇનકમબન્સી પણ છે. જીએસટીને લઇને વેપારીઓ નારાજ છે તેથી જ ભાજપે તેની પુરી તાકાત લગાવી છે.