શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (14:02 IST)

શું ગુજરાતની ચૂંટણીમાં રાહુલનો દાવ ઊંધો પડ્યો?

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે હવે આગળની મંઝીલ લાંબી છે. એક બાજુ લગભગ બધા જ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની જીત દેખાઈ રહી છે ત્યારે 16મી ડિસેમ્બરે કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલના વિધિવત કાર્યભાર સંભાળવાના છે. કોંગ્રેસના સૂત્રોએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં કોઇપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી.  ગુજરાતની ચૂંટણી એટલા માટે પણ મુખ્ય બની રહે છે કે પીએમ મોદીના વિકાસ મોડેલ પર આકાર પ્રહાર કરતી કોંગ્રેસ જો અહીં જીત મેળવવામાં સફળ રહે તો સમગ્ર દેશમાં ભાજપ અને મોદીની આગેકુચને અટકાવવામાં સહાયતા મળે. જ્યારે બીજુ કારણ ખુદ રાહુલ 
ગાંધીએ આ ચૂંટણીને અત્યંત વધુ મહત્વ આપતા પર્સનલાઈઝ ટચ સાથે જંગી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમની પોતાની છબી પણ આ ચૂંટણી પરીણામો સાથે જોડાયેલ છે.  કોંગ્રેસ કહે છે કે, ‘રાહુલ ગાંધીની યુવા ઈમેજ અને તેમને કોંગ્રેસની કમાન સોપવાના નિર્ણયથી વધુને વધુ યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરી રહ્યા છે અને આજ બાબત તેમને ગુજરાત ચૂંટણી તથા 2019માં ભવ્ય વિજય અપાવશે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ‘બધી જ ધારણાઓ ખોટી છે અમે જ ગુજરાતમાં જીતી રહ્યા છીએ અને 16 ડિસેમ્બરનો કાર્યક્રમ યથાવત જ છે.  જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓએ માને છે કે ‘એક્ઝિટ પોલના રીઝલ્ટે તેમને ચોંકાવી દીધા છે. પાર્ટીએ 16મીના રાહુલના પદગ્રહણની જાહેરાત કરવા પાછળ ગણિત રાખ્યું હતું કે બે દિવસ બાદ ગુજરાતમાં મળનાર વિજયનો શ્રેય નવા પક્ષ પ્રમુખને આપી શકાય પરંતુ હવે અમને લાગે છે કે અમે ક્યાંક ખોટા હતા.  જ્યારે રાહુલ ગાંધીની નજીક રહેલા અન્ય એક નેતાએ  જણાવ્યું કે, ‘રાહુલ ગાંધી ખૂબ જ ધૈર્યવાન વ્યક્તિ છે. ગુજરાતે તેમને ઘણું શિખવ્યું છે. તે પોતાનામાં જ નિરંતર સુધાર કરતા રહે છે અને ગુજરાત ચૂંટણીએ તેમને જે શીખવ્યું છે તે ભવિષ્ય માટે પણ તેમને રાજનીતિના ઘણા દાવ રમવામાં માર્ગદર્શક બનશે.