હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે OBC અનામત અંગે વિચારભેદ

બુધવાર, 8 નવેમ્બર 2017 (12:10 IST)

Widgets Magazine
hardik vs alpesh


હાર્દિક પટેલ આજે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલને મળીને પાટીદારો માટે OBC અનામતની શકયતાઓ અંગે ચર્ચા કરશે. સૂત્રો મુજબ કોંગ્રેસ OBC આરક્ષણ અંગે પોતાનુ સ્ટેન્ડ સ્પષ્ટ કર્યા બાદ હાર્દિક આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સપોર્ટ કરવાનું જાહેર કરી શકે છે. જયારે આજે અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર આજે પાસ ટીમ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બેઠક પણ યોજાશે. પાસના કો-કન્વિનર દિનેશ બાંભણિયાએ કહ્યું કે આ બેઠકમાં હાર્દિક પટેલ અને કપિલ સિબ્બલ ભાગ લેશે અને પાટીદારોને અંગે ચર્ચા કરશે.

જયારે હાર્દિકે જાહેર કર્યુ હતું કે કોંગ્રેસ જણાવશે કે તેઓ કઈ રીતે પાટીદારોને OBC અનામત આપશે ત્યાર બાદ જ તેઓ કોંગ્રેસને ફૂલ સપોર્ટ જાહેર કરશે. જયારે OBC એકતામંચના અલ્પેશ ઠાકોર કે જેણે તાજેતરમાં કોંગ્રેસમાં જોઇન કર્યું છે તેણે દિલ્હી ખાતે પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. ઠાકોરે પહેલા તો આ બેઠકને એક રાબેતા મુજબની બેઠક ગણાવી હતી. જોકે ત્યાર બાદ તેમને કહ્યું કે, 'આ બેઠકમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવી હતી કે બિનઅનામત જાતીઓના ગરીબ પરીવારોને પણ અનામતનો લાભ મળવો જોઈએ. અલ્પેશે આ ઉપરાંત જણાવ્યું કે, 'આ બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણમાં ઉત્ત્।ર ગુજરાતની બેઠક અંગે પણ ચર્ચા કરી હતી.' તેણે વધુમાં કહ્યું કે, ‘SC, ST અને OBCને આપવામાં આવતા અનામતનો પૂરતો લાભ અમને મળવો જોઈએ અને તે માટે એક તંત્રની રચના થવી જોઈએ. તેમજ જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો તેમને EBC હેઠળ આવરી લેવી જોઈએ.'Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જુઓ ધારાસભ્યના દિકરાનું કર્તૂત -ચોરીમાં નિર્દોષતા પુરવાર કરવા કર્મચારીઓને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમસીભાઈ પટેલના દીકરાએ પોતાના પેટ્રોલ પંપ પરથી ૬ લાખ રૂપિયાની ચોરી ...

news

શું છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની સીટોનો ચિતાર, કોને મળશે સ્થાન કોનું કપાશે પત્તુ

ભાજપના પરંપરાગત ગઢ એવા સવા લાખ પાટીદાર અને પિસ્તાળીસ હજાર ઠાકોર મતદારોની નોંધપાત્ર સંખ્યા ...

news

જો મુસ્લિમોને યોગ્ય ટિકિટો મળે તો કોંગ્રેસ છોડીને ભાજપ તરફ વળી શકે

ભાજપ અથવા કોંગ્રેસ જે પણ મુસ્લિમોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ ટિકિટ આપશે તેને સપોર્ટ ...

news

પ્રદયુમ્ન કેસ - 11મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ... પિતાએ કર્યો મોટો ખુલાસો

હરિયાણાના ગુરૂગ્રામમાં ર્યાન ઈંટરનેશનલ શાળામાં બીજા ધોરણના વિદ્યાર્થી પ્રધ્યુમ્ન ઠાકુરની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine