શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (10:30 IST)

જનવિકલ્પ ભારતમાં સૌ પ્રથમવાર ઉમેદવારોની ઓનલાઇન પસંદગી કરશે

જન વિકલ્પ પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર કોઇ એવો મોરચો જોવા મળ્યો છે કે જેણે ચૂંટણીમાં અધ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયાના તમામ વિકલ્પો જનવિકલ્પે અપનાવી લોકો સાથે સીધો સંવાદ ઉભો કર્યો છે. જનવિકલ્પે રાજ્યના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

ભાજપની સરકાર કહે છે કે- ગુજરાત ડિજીટલ બન્યું છે. પણ ક્યાં છે આવું ડિજીટલ. અહીં આપણા બીલો પણ ઓનલાઇન ભરાતા નથી ત્યારે ગુજરાતને ડિજીટલ બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ગુજરાત વાઇ-ફાઇના વચનો આપવામાં આવ્યા હતા પરંતુ રાજ્યનું પાટનગર જ ખુદ સંપૂર્ણ વાઇ-ફાઇ થઇ શક્યું નથી. આવા પોકળ દાવાઓ સામે જનવિકલ્પે ટેકનોલોજીના સમન્વયથી લોકસંપર્ક અભિયાન શરૂ કર્યું છે જેને રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જનવિકલ્પના પ્રણેતા શંકરસિંહ વાઘેલા મતદારો અને રાજ્યના મોટાભાગના નાગરિકોને રૂબરૂ મળી ચૂક્યાં છે. હવે તેમણે ડિજીટલના માધ્યમથી લોકો સાથે સંવાદ શરૂ કરી તેઓ લોકોના સતત સંપર્ક રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમનો એવો પ્રયાસ છે કે રાજ્યના 182 મતવિસ્તારોમાં વિવિધ સમાજના આગેવાનોનો રૂબરૂ અથવા તો જીવંત સંપર્ક કરશે. શંકરસિંહ માને છે કે દેશની વિવિધ પાર્ટીઓ પરંપરાગત એવા ઉમેદવારોના બાયોડેટા માગીને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા કરતી હોય છે પરંતુ તેમાં તેમને માત્ર ટીકીટવાંછુઓ, ભલામણ પ્રમાણેના તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્યોની વિગતો મળે છે. ઉમેદવાર પસંદગીમાં આ પાર્ટીઓ જન જન સુધી જઇ શકતી નથી તે તેમની કમજોરી બતાવે છે. પસંદ કરેલી યાદીમાંથી ઉમેદવાર પસંદ કરવાનું કામ આ પાર્ટીઓ કરે છે જ્યારે જનવિકલ્પના ઉમેદવારી પત્રમાં ગુજરાતનો કોઇપણ નાગરિક તેનો બાયોડેટા ઓનલાઇન સબમીટ કરાવી શકે છે. આ પદ્ધતિના કારણે વ્યાપક પ્રમાણમાં સર્વાંગી ઉમેદવારો મળે છે જેમાં પસંદગીની બહોળી તક પ્રાપ્ત થાય છે. સ્વચ્છ, પ્રામાણિક અને નિષ્ઠાવાન રાજનેતા ગુજરાતે આપવા માટેનું જનવિકલ્પ એ એક મજબૂત અને અસરકારક માધ્યમ બન્યું છે. રોટી, રહેઠાણ અને રોજગાર—એ જનવિકલ્પનો સંદેશ છે. આ સંદેશ એ જ લોકોનો વિશ્વાસ છે. જનવિકલ્પમાં જોડાવા માટે વેબસાઇટ પર આધુનિકતાનો ઉપયોગ કરીને લાખો લોકો સુધી આ મોરચો પહોંચ્યો છે. ભારતભરની રાજકીય પાર્ટીઓથી અલગ જનવિકલ્પે સૌ પ્રથમવાર ઉમેદવાર થવાનું અરજી ફોર્મ વેબસાઇટ પર મૂક્યું છે. આ મોરચો ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ટ્રેક્ટર સિમ્બોલ પર વિધાસભાની 2017ની ચૂંટણી લડી રહ્યો છે. આ મોરચાને ગુજરાતભરમાંથી પસંદ કરી શકાય તેવા ઉત્તમ ઉમેદવારોના બાયોડેટા મળી રહ્યાં છે.ઉમેદવારી ફોર્મમાં અરજદારની પ્રાથમિક વિગતો માગવામાં આવી છે. ઉમેદવાર આ ફોર્મમાં માત્ર તેની પર્સનલ ડિટેઇલ ભરીને ફોર્મ ઓનલાઇન મોકલી શકે છે. આ ફોર્મમાં જિલ્લો અને મતવિસ્તાર સિલેક્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે. મતદાર યાદી અને વોટર આઇડી નંબર પછી ફોર્મમાં આઇડી ફોટો અપલોડ કરવાનું બટન આપવામાં આવેલું છે. આ ફોર્મમાં આધારકાર્ડ નંબર પણ આપવાનો હોય છે.ઉમેદવારની પ્રાથમિક વિગતોમાં જે વિગતો દાખલ કરવામાં આવે તે બદલી શકાતી નથી. આ ફોર્મ ઉમેદવારી માટેની અરજી પ્રક્રિયા છે જેની જાણ ઉમેદવારને એસએમએસ કે ઇમેઇલથી કરવામાં આવે છે. ઉમેદવારને વધુ વિગતો ભરવા ઓનલાઇન જનરેટ થયેલી આઇડી આપવામાં આવે છે જે સાચવી રાખવાનો હોય છે. આ આઇડી દ્વારા ઉમેદવાર વધુ વિગતો ભરી શકે છે.જનવિકલ્પને બહું સમય થયો નથી છતાં તેની લોકપ્રિયતા વર્ષો જૂની પાર્ટી કરતાં વધુ છે. આ મોરચાની વેબસાઇટથી ટ્વિટર, ઇસ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ્સ જોડાયેલી છે. આ વેબસાઇટ પર એટલી બઘી માહિતી આપવામાં આવી છે કે જેના દ્વારા વાંચકોને સમગ્ર માહિતી એક જ માધ્યમથી મળી જાય છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વેબસાઇટ કરી શક્યા નથી તેવી માહિતી આ વેબસાઇટ પર જોવા મળે છે. ઘરના ઘર માટે નોંધણીપત્રક અને બેરોજગાર યુવાનો માટેના ફોર્મ્સ પણ આપવામાં આવ્યા છે જેનો ડેટાબેઝ આ જનવિકલ્પ બનાવશે અને જોડાનારા નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. રાજ્યના નાગરિકો જનવિકલ્પની મોબાઇલ એપ્લિકેશનથી પણ આગેવાનોનો સપર્ક કરી શકે છે. ગુજરાતમાં ડિજીટલની વાતો થાય છે. પેપરલેસ વહીવટના દાવા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર પણ ડિજીટલ ઇન્ડિયાના વચનો આપે છે ત્યારે જનવિકલ્પ એક એવો મોરચો છે કે જેણે આધુનિક ટેકનોલોજીનો પ્રથમવાર સંપૂર્ણ પ્રયોગ કર્યો છે જે બીજા રાજ્યો માટે પણ અનુકરણીય છે.