Widgets Magazine
Widgets Magazine

હાર્દિક પટેલની સેક્સ સીડી કાંડ બાદ પાટીદાર સમાજ બે ભાગમાં વહેંચાયો?

ગુરુવાર, 16 નવેમ્બર 2017 (12:42 IST)

Widgets Magazine
hardik patel


પાસના નેતા હાર્દિક પટેલના કથિત સેકસ વીડિયોના પાટીદાર સમાજમાં મિશ્ર રીતે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. રાણીપ વિસ્તારમાં પાટીદાર મહિલાઓની ઉપસ્થિતિમાં પાસ દ્વારા મંગળવારે રાત્રે ભાજપનું પૂતળા દહન કરાયું હતું. તો સોશિયલ મીડિયામાં પાટીદાર જેવા ગૌરવશાળી ગણાતા સમાજનો નેતા અનામત આંદોલનની આડમાં આવા કૃત્ય કરે તો ચલાવી લેવાય નહીં તેવી લાગણી પણ વહેતી થઈ હતી. આંદોલન વખતે મહિલાઓના સન્માનને આંચ આવશે તો હું રિવોલ્વર લઇને આવીશ તેમ કહેતો હાર્દિક આવી વીડિયો બહાર આવે પછી સમાજને ઢાલ બનાવે તો કેટલું યોગ્ય ગણાય તેવો સૂર પણ વ્યકત થઇ રહ્યો છે.

હાર્દિકના એક પછી એક અલગ અલગ યુવતી સાથેના વીડિયોના કરતૂતો ભાજપ દ્વારા જ કરાઇ રહ્યા હોવાનું માનીને ભાજપ સામે વધુ રોષમાં છે. તે સાથે પાટીદાર સમાજનો મહિલા સહિતનો સમજદાર વર્ગ હાર્દિકની આવી હરકતોથી આઘાતમાં પણ છે. હાર્દિકની તરફેણમાં ઓડીયો-વીડિયો કલીપ વાઇરલ થઇ રહી છે તેમાં ભાજપ સામે પેટભરીને આક્રોશ ઠલવાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સંઘર્ષ સમિતિના નેતા અશ્વિન પટેલે હાર્દિક ચાર દિવસમાં પોતે નિર્દોષ છે તેવા પુરાવા નહીં આપે તો પાસના નેતાઓના કાંડ રજૂ કરી દેશે તેવી ચીમકી આપી છે. જેના કારણે હવે કથિત વીડિયો સંદર્ભે હાર્દિક સાથેની યુવતીને રજૂ કરાશે તેવી વાત વહેતી થવા પામી છે. હાર્દિકે જણાવ્યું છે કે, બદનામીના ડરથી આંદોલન રોકાતા હોત તો દેશ આઝાદ ના થયો હોત. ફેસબૂક ઉપર ભાજપના અત્યાચાર સામે બદલો યુવાનોને બદલો લેવા આહ્વાન કર્યું હતું. સમાજ પોતાની સાથે છે તેમ કહેતા હાર્દિકે પૈસા, રાજદ્રોહના આરોપઅને નકલી સીડી બહાર પાડી તો પણ ના ઝૂકયો તો હવે કોઇ યુવતીને ઊભી કરીને ખોટા કેસ કરાવશે તો શું ઝૂકી જશે? તેવો સવાલ કરતા જનતા પોતાની સાથે છે તેમ કહ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આઈપીએસ અને આઈએએસ અધિકારીઓએ મારી સેક્સ સીડી જાહેર કરવાની ધમકી આપી હતી - હાર્દિક

હાર્દિક પટેલે પોતાની કથિત સેક્સ વીડિયો ક્લિપ્સ અંગે કહ્યું હતું કે, જો હું ખોટો હોઉ તો ...

news

સુરતમાં સચિન પાયલોટનો રાજસ્થાની યુવકોએ વિરોધ કર્યો

સુરતમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરી રહેલા કોંગ્રેસના નેતા સચિન પાયલટનો સુરતની પૂર્વ વિધાનસભા ...

news

કોંગ્રેસ કોના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે તે સ્પષ્ટ કરે- અમિત શાહ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પૂછયું છે કે કોંગ્રેસ ...

news

રાજપૂતોએ હાઈવે ચક્કાજામ કરતાં ભાજપના નેતાઓની ઊંઘ ઉડી

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજપૂતો વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ ...

Widgets Magazine Widgets Magazine