અમદાવાદના કલેક્ટરે હાર્દિક પટેલના આક્ષેપને ગણાવ્યા પાયાવિહોણા

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (12:24 IST)

Widgets Magazine
hardik patel


હાર્દિક પટેલે લગાવેલ EVMમાં છેડછાડના આક્ષેપને કલેક્ટરે ફગાવી દીધા છે. આ મુદ્દે અમદાવાદ કલેક્ટરે જણાવ્યું છે કે, હાર્દિકના આક્ષેપ એકદમ પાયા વિહોણા છે. હાર્દિક પટેલે ટ્વીટર પર બેઠકોના નામ પણ આપ્યા છે, જ્યાં ભાજપ EVM મશીન હેકિંગ કરાવશે, જેમાં તેણે, વિસનગર, પાટણ, રાધનપુર, ટંકારા, ઊંઝા, વાવ, જેતપુર, રાજકોટ-68,69,70, લાઠી-બાબરા, છોટાઉદંપુર, સંતરામપુર, સાંવલી, માંગરોલ, મોરવાહડફ, નાદોદ, રાજપીપળા, ડભોઈ અને ખાસ કરીને પટેલ અને આદિવાસી વિસ્તારની વિધાનસભા બેઠકોમાં EVM સોર્સ કોડથી હેકિંગ કરવાનો પ્રયાસ થયો છે.


તેણે, ત્રીજી ટ્વીટમાં કહ્યું કે, મારી વાતો પર હસવાનું આવશે, પરંતુ વિચાર કોઈ નહીં કરે. ભગવાન દ્વારા બનાવવામાં આવેલ આપણા શરીરમાં છેડછાડ થઈ શકે છે તો, માનવ દ્વારા બનાવવામાં આવેલ EVM મશીનોમાં કેમ છેડછાડ ન થઈ શકે! ATM હેક થઈ શકે છે તો EVM કેમ નહીં!. હાર્દિક પટેલે ગઈકાલે પણ ભાજપ પરનો સૌથી મોટો આક્ષેપ કરતા ટ્વીટ કર્યું હતું કે, 18 ડિસેમ્બર પહેલા ભાજપ ઈવીએમમાં ગરબડ કરશે. શનિવાર અને રવિવારની રાત્રે ભાજપ ઈવીએમમાં ગરબડ કરશે. ભાજપ ચૂંટણી હારી રહી છે અને જો ઈવીએમમાં ગરબડ નહીં થાય તો ભાજપને 82 સીટો જ મળશે. ગુજરાતમાં ભાજપની હારનું અર્થ છે ભાજપનું પતન. ભાજપ ઈવીએમમાં ગરબડ કરીને ગુજરાત ચૂંટણી જીતી જશે પરંતુ હિમાચલમાં હારી જશે. જેથી કોઈ પ્રશ્ન ઉભા ન કરે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live Election Update - મહેસાણાથી ભાજપાના નીતિન પટેલ અને વડગામથી દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની જીત

* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ...

news

Live -ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2017 : પક્ષવાર સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણનુ મતદાન 14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી ...

news

Live-ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ

* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ...

news

ગુજરાતની ચૂંટણીમાં હાર્દિક પાવર ફેલ, જીજ્ઞેશ મેવાણી અને કનુભાઈ કલસરીયા વિજય તરફ આગળ

ગુજરાતમાં હાર્દિક પટેલે જે આંદોલન કર્યું તે ઉપરથી એમ લાગી રહ્યું છે કે તેના આંદોલનમાં ...

Widgets Magazine