શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : સોમવાર, 18 ડિસેમ્બર 2017 (11:44 IST)

ગુજરાતની ચૂંટણીમાં હાર્દિક પાવર ફેલ, જીજ્ઞેશ મેવાણી અને કનુભાઈ કલસરીયા વિજય તરફ આગળ

ગુજરાતમાં હાર્દિક પટેલે જે આંદોલન કર્યું તે ઉપરથી એમ લાગી રહ્યું છે કે તેના આંદોલનમાં આવેલા લોકોએ મત નાંખ્યા જ નથી પણ હાલ કોંગ્રેસની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે માત્ર જીએસટી અને નોટબંધીની ઈફેક્ટના કારણે દેખાઈ રહી છે. અથવા તો ભાજપના જેતે ઉમેદવાદ સામેની નારાજગી પણ પ્રજાએ જણાવી છે. હાર્દિક પટેલનું આંદોલન આ ચૂંટણીમાં કોઈ અસર કરી રહ્યું નથી. એક તરફ વડગામમાં જીજ્ઞેશ મેવાણી આગળ ચાલી રહ્યાં છે તો બીજી બાજુ અપક્ષ ઉમેદવાર કનુભાઈ કલસરીયા પણ આગળ ચાલી રહ્યાં છે. કનુભાઈ એક સમયના ભાજપના જ ઉમેદવાર હતાં પણ તેમણે સીમેન્ટની આંદોલન રીતના કારણે ભાજપથી અલગ થઈને અપક્ષ તરીકે ચુંટણી લડી છે. હાલમાં તેઓ આગળ ચાલી રહ્યાં છે, જ્યારે જીજ્ઞેશ મેવાણી પણ અપક્ષ ઉમેદવાર તરીકે આગળ ચાલી રહ્યો છે. અહીં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની ગણતરીઓ નાપાસ થઈ છે. કારણ કે તેમના આંદોલનની કોઈ જ અસર આ ચંટણી પરિણામમાં જોવા મળી નથી. લોકોએ માત્ર ભાજપના ઉમેદવારની નારાજગીનો મતદાનથી જવાબ આપ્યો છે.