મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (13:40 IST)

Video - હું મત માટે કોઈને કરગરવાનો નથી, રાજ્યસભાની ચૂંટણી ભાજપ- કોંગ્રેસનું ફિક્સિંગ - શંકરસિંહ વાઘેલા

કોગ્રેંસ સાથે છેડો ફાડ્યા બાદ બાપુ પોતાના ત્રીજા મોરચાનું પ્રચાર કાર્ય નવરાત્રીના આરંભ એટલે કે 21 સપ્ટેમ્બરના રોજથી શરૂ કરશે આને આખી નવરાત્રી દરમિયાન તેઓ ગુજરાતનો પ્રવાસપુર્ણ કરશે. જો કે તેઓ પ્રવાસ દરમિયાન કયાં જાહેર સભા કરવાના નથી, માત્ર સમાજના જુદા જુદા વર્ગો અને સમાજના આગેવાનોને મળશે તેવી ચર્ચા ચાલી રહી છે.  અમદાવાદના એનેક્સી સર્કિટ હાઉસ ખાત એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે તે ફરીથી રાજકરણમાં વધુ એક વખત ત્રીજો વિકલ્પ તરીકે સામે આવ્યાં છે. તેમણે પેમ્ફલેટ વેચ્યાં હતાં જેમાં લખ્યું હતું કે આઝાદીના 70 વર્ષ થઈ ગયા પરંતુ આપણને શું મળ્યું છે? માત્ર અન્યાય,
અત્યાચાર,શોષણ,ગરીબી જ મળ્યાં છે. 2017માં ફરીથી કોંગ્રેસ કે ભાજપને મત આપીશું તો ફરીથી શું મળશે? ભાજપનો વિકલ્પ કોંગ્રેસ અને કોંગ્રેસનો વિકલ્પ ભાજપ ક્યાં સુધી રહેશે? શકરસિંહ બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાશે નહીં પરંતુ અલગ નવો પક્ષ રચશે તેવો ગણગણાટ શરૂ થયો હતો જેનો જવાબ છે ‘જન વિકલ્પ’ પાર્ટીના લીડર બનશે.-લોકો મારા હાઈકમાન્ડ છે. આખા દેશમાં ત્રીજો વિકલ્પ છે . કોંગ્રેસ અને બીજેપી હવે ભૂતકાળ છે. કોંગ્રેસ ભૂતકાળ થઈ ગઈ અને થોડા ભવિષ્યમાં ભાજપ પણ ભૂતકાળ થશે. આ પાર્ટીના મુખ્ય મુદ્દાઓ યુવાનોમાં બેરોજગારી, મહિલાઓ , ઓબીસી એસટી એસસીના પ્રશ્નો છે. જન જનમાં જન વિકલ્પ. આમાં તમારે રેલી નહીં કાઢવી પડે. બહેનોના આંસું અને યુવાનોનો પોકાર સાંભળવાની છે અમારી પાર્ટી. આ જન વિકલ્પ પાર્ટી એટલે જોઈન્ટ વેન્ચર છે. પબ્લીક પાસે લેવા નહીં પરંતુ આપવા આવવું હોય તે આ પાર્ટીમાં આવકાર્ય છે. હું કોઈને કગરવાનો નથી જેને આવવું હોય તે આવે અને પોતાના પ્રશ્નોનો જવાબ શોધે. તમારા ભવિષ્ય માટે મત આપો . બીજા લોકો જ્યારે લોકો સામે જોવા તૈયાર નથી પરંતુ મને મળવા આવનારને હું ધક્કો મારતો નથી. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહિત રાજ્યમાં જન વિકલ્પ પાર્ટીના હોર્ડિંગ્સ લાગ્યા છે. બલવંતસિંહ રાજ્યસભા હારી જતા બાપુ ભાજપ પર પણ બગડ્યા છે, બલવંતસિંહ રાજપૂત રાજ્યસભાની ચૂંટણી હારી જતા બાપુ ભાજપ પર પણ બગડ્યા છે. સૂત્રો મુજબ, બાપુ એવું માનતા થયા છે કે, બલવંતસિંહના મામલે તેમને છેક સુધી અંધારામાં રાખીને ભાજપ અને કોંગ્રેસે એક-બીજાને સાચવી લીધા હતા. જેનો ભોગ બાપુ, બલવંતસિંહ અને મહેન્દ્રસિંહ બન્યા હતા. સૂત્રો મુજબ, કોંગ્રેસના તમામ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા પરંતુ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ હજુ સુધી ભાજપમાં ભળ્યા નથી. કારણકે બાપુને ભાજપ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.