શંકરસિંહ વાઘેલાએ સીએમ રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (09:51 IST)

Widgets Magazine
vaghela


કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમણે પોતાના જન્મદિવસે જ શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ વિરોધી મતદાન પણ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પણ બાગી ધારાસભ્યોને હાંકી કાઢ્યાં હતાં. હવે શંકરસિંહ વાઘેલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. તેઓ કપડવંજથી કોંગ્રેસના ધારાસભ્ય હતા.
rupani and vaghela

તેમને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું કોઇ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી, પણ ગુજરાતની પ્રજાના પ્રશ્નો માટે સક્રિય રાજકારણમાં ચાલુ રહીશ. શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કોઈપણ પક્ષની કંઠી કે ખેસ નહીં પહેરવાનો નિર્ણય જાહેર કરતાની સાથે જણાવ્યું હતું કે, હું રાજકારણમાં પ્રજાનો અવાજ બનીને સક્રીય રહેવાનો છું તથા ગુજરાતના વિકાસ માટે સતત લડતો રહીશ.બાપુના રાજીનામા સમયે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, બાપુ અમારા સિનિયર નેતા છે. જનસંઘથી અમારા સાથી અને વડીલ છે. બાપુએ કોંગ્રેસ છોડવાથી તેની કમર તૂટી જશે. રાજીનામું આપવા આવેલા શંકરસિંહે અધયક્ષ રમણલાલ વોરાને રાજીનામું ધરી દઈ પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું કે “ઘણાં વખતથી વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામુંનું આપવાનો વિચાર કરતો હતો. મારા મતવિસ્તારમાં મે ચર્ચા કરી. તેમને વિશ્વાસમાં લઈને આજે અધ્યક્ષે ટાઈમ આપ્યો ત્યારે હું આવ્યો. એ સમયે કેબિનેટ ચાલતી હતી. એટલે અધ્યક્ષે કેબિનેટમાં વાત કરી. એટલે એક વિવેક તરીકે આ આગેવાનો હાજર રહ્યાં. હું તેમનો આભાર માનું છું.”Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ દિલ્હી દરબાર પહોંચ્યાં, હાઈકમાન્ડ સાથે આગામી ચૂંટણીની કરશે સમીક્ષા

રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલના વિજય પછી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. આગામી વિધાનસભાની ...

news

હવે ગિરનાર અભ્યારણ્યમાં પણ સિંહદર્શન થવાની શક્યતાઓ

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સાસણ બાદ હવે જૂનાગઢમાં સિંહ દર્શન કરી શકાશે. ...

news

આર્ટ ઓફ લિવિંગના માધ્યમથી 68 ઉગ્રવાદીઓ મુખ્યધારામાં પરત ફર્યા

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સ્વતંત્રતા દિવસના પૂર્વ સંધ્યા પર મંગળવારે વિવિધ ઉગ્રવાદી ...

news

ગુજરાતમાં ભાજપની કફોડી પરિસ્થિતી થતાં પીએમ મોદીના પ્રવાસો વધશે, બુલેટ ટ્રેનના ખાતમૂર્હતની લોલીપોપ

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી હવે રંગ પકડતી જાય છે. ગુજરાતમાં ...

Widgets Magazine