ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:11 IST)

હત્યાકેસમાં દોષિત ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ કોણે કરી અરજી

નિલેશ રૈયાણી હત્યા કેસમાં ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ છે અને હાલ શરતી જામીન ઉપર ગુજરાત બહાર રહે છે. તેમના પત્ની ગીતાબા જાડેજા વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. સરકાર અને પોલીસમાં તેમના મળતીયા હોવાથી અવાર નવાર ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. જેઓ ગુજરાત બહાર કોઈ પણ જગ્યાએ રહેતા હોય ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં દિવસમાં બે વખત હાજરી પુરાવવા અર્જુનભાઈ ખાટરિયા દ્વારા માંગ કરાઈ છે. તેમજ રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ખૂન કેસના આજીવન કેદી હોય સરકાર દ્વારા તેઓને અવાર નવાર પેરોલ આપવામાં આવી રહી છે.

તેઓ જૂનાગઢ સબજેલમાં રહી મોબાઈલનો ઉપયોગ કરી ધાકધમકી ચલાવી રહ્યા છે અને ગીતાબા જાડેજાનું ચૂંટણી ક્ષી કામ કરી રહ્યા છે. તેથી અમારી ચૂંટણીપંચને અરજી છે કે આવા આરોપીના પેરોલ બંધ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.