ભાજપના ધારાસભ્યો ગભરાયા, ટિકીટ મળશે કે પત્તુ કપાશે?

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (13:21 IST)

Widgets Magazine


 ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૮૨ સીટોની ટિકિટ માટે લગભગ ૩૨૦૦ લોકોના બાયોડેટા મળ્યા છે. આ કારણે વર્તમાન ૧૨૨ ધારાસભ્યો ચિંતામાં મુકાયા છે. લગભગ બે ડઝનથી વધારે સીનિયર કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગ કરી છે. ત્યારે કોને ટિકિટ મળશે અને કોને નહીં તે એક મહત્વનો અને ચિંતાનો વિષય બન્યો છે. અત્યારે પાર્ટીના નેતાઓ ગૌરવ યાત્રામાં વ્યસ્ત હોવાને કારણે ટિકિટ વિષે આગળ ચર્ચા નથી કરી. દિવાળી પછી પાર્ટીના મોટા નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દરેક સીટ માટે ૩ ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. નોમિનેશન ફાઈલ કરવાના થોડાક દિવસ પહેલા જ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોનું સિલેકશન કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના એક પાટીદાર ધારાસભ્ય જણાવે છે કે, ચોકકસપણે ટિકિટ આપવાનું કહી રહી છે, જયારે ગોરધન ઝડફિયા જેવા નેતાઓ જેમને પહેલા ટિકિટ નહોતી આપવામાં આવી અને ફરીથી પાર્ટીમાં જોડાયા છે તે પણ ટિકિટ માંગી રહ્યા છે. આ બધા કારણોસર ધારાસભ્યો અત્યારે મુંઝાયા છે. ૨૦૦૭ અને ૨૦૧૨માં અડધોઅડધ કાર્યરત ધારાસભ્યોને ટિકિટ નહોતી આપવામાં આવી. બની શકે કે આ વખતે પાટીદારોનો વિરોધ, વિકાસના પ્રશ્નો અને અન્ય પરિબળોને કારણે પાર્ટી મહત્ત્।મ નવા ચહેરા લાવવાનો પ્રયત્ન કરે. જેનાથી વોટર્સનો વર્તમાન ધારાસભ્યો સામેનો રોષ મુશ્કેલી ઉભી ન કરે. ૨૦૦૭ અને ૨૦૧૨માં તે સમયના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નો રીપિટ થીયરી' લાગુ કરી હતી. એક સીનિયર ધારાસભ્ય જણાવે છે કે, દરેક સીટ પર ઘણાં લોકલ લીડર્સે ટિકિટની માંગ કરી છે. માટે આ વખતે હરિફાઈ અઘરી બનશે. અમને ટિકિટ મળશે કે નહીં તે વિષે પાર્ટીએ કોઈ જ સંકેત આપ્યા નથી. અમને લાગે છે કે લગભગ ૭૦-૮૦ ટકા નવા ચહેરા લાવવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Kejriwal Bjp Congress Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Gujarat Congress Ahemd Patel 2017 Latest News Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફિક્કી ગૌરવયાત્રામાં પ્રાણ પુરવા કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતરી પડી

આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી કઠિન બની રહ્યું છે. એન્ટીઇન્મબન્સીને પગલે ભાજપને સામા પવને ...

news

જ્યારે રાહુલ ગાંધી ભૂલથી મહિલાઓના શૌચાલયમાં શૌચ માટે ઘૂસી ગયાં

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છોટાઉદેપુર પહોંચીને વિવિધ ...

news

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર થાય તેવી શક્યતાઓ

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની આજે સાંજ સુઘીમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ...

news

Todays Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા પાટીદારોને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે હાર્દિક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine