રૂપાણીને હરાવવા માટે હાર્દિકની નવી ચાલ, રાજકોટમાં મકાન ભાડે રાખી નવી રણનીતિ ખેલાશે

શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (12:52 IST)

Widgets Magazine
hardik patel


ગુજરાતમાં રાહુલગાંધીએ જ્યારથી પાટીદારોના ખોડલધામ નરેશની મુલાકાત લીધી છે ત્યારથી કોઈપણ પક્ષ હોય તેમને મળવા માટે લોકો હવે દોડતા થઈ ગયાં છે. રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત વખતે તેમને કહ્યું હતું કે, 'તમારા માટે અમારા દરવાજા ખુલ્લા જ છે.' ત્યાર પછી વિજય રૂપાણી પણ નરેશ પટેલ સાથે ગુફ્તેગૂ કરી ગયા. ત્યારે રાજકોટમાં આવેલા જણાવ્યું હતું કે, 'નરેશ પટેલ સમાજના આગેવાન છે, જો તેમને પક્ષ આગળ કરતો હોય તો સારી વાત છે. અમે બધા સાથે મળી સારુ પરિણામ લાવીશું.'

વિજય રૂપાણી પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનાર છે તેની સામે કોંગ્રેસમા સક્ષમ ધારાસભ્ય ઇન્દ્રનીલ ફાઇટ આપવાના છે ત્યારે હાર્દિક એન્ડ કંપનીએ વિજયભાઇ અને ભાજપને ફટકો આપવા રાજકોટ પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક રાજકોટમાં રહી ભાજપને માત આપવાનો પ્લાનિંગ કરી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અહીં જ મકાન ભાડે રાખી રણનીતિઓ ઘડવામાં આવશે. રાજકોટમાં યુવાનો સાથે હાર્દિકે બેઠકનો દોર પર શરૂ કરી દીધો છે.
થોડા સમય પહેલા મોદીએ રાજકોટ 9 કિલોમીટર જેટલો રાજકોટના આજી ડેમથી લઇ એરપોર્ટ સુધી રોડ શો કર્યો હતો. હાર્દિક આ જ રૂટ પર રોડ શો કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ માટે હાર્દિક બેઠક કરી રણનીતિ ધડી રહ્યો છે. આગામી દિવસોમાં હાર્દિકનું ફોકસ રાજકોટ રહે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ફરીવાર આનંદીબેનને મુખ્યપ્રધાન બનાવવાની કવાયત

વિકાસ ગાંડો થયો છે નામે ફરતા મેસેજે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાતમાં વિકાસના નામે ...

news

BJPનું મિશન 150 - યૂપીના ધુરંધર સાચવશે ગુજરાતમાં મોરચો...

ગુજરાતમાં નવેમ્બરમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપીએ સંપૂર્ણ રીતે બાયો ચઢાવી લીધી ...

news

Video - એક રહસ્યમયી શહેર... City of the Monkey God

અનેક હજાર વર્ષ પહેલા સેંટ્રલ અમેરિકાના હૉન્ડરસમાં એક વિચિત્ર શહેર હતુ. આ શહેરમાં રહેનારા ...

news

વર્કઆઉટથી પણ પેટની ચરબી ઉતરતી નથી તો પીવો આ ચા

પેટની વધતી ચરબી પર્સનાલિટીને ખરાબ કરવાનુ સૌથી મોટુ કારણ છે. કેટલાક લોકો વર્ક આઉટ કરીને પણ ...

Widgets Magazine