ગુજરાત રાજ્યના મંત્રીઓને મૂછો કઢાવવા દલિતો શેવિંગ કિટની ભેટ આપશે

શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (13:17 IST)

Widgets Magazine
dalit


તાજેતરમાં મૂછો પર તાવ દેવા માટે અને ગરબા જોવા મામલે દલિત યુવાનોને માર મારવાના વિરોધમાં રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ  દ્વારા અનેક માગણીઓ રાખવામાં આવી છે.  જો તેમની માગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી 10 ઓક્ટોબરના રોજ  અમદાવાદ અને  ગાંધીનગરને જોડતા ઇંદિરા બ્રિજ પર જામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.તેમજ આ ગ્રૂપ દ્વારા કહેવામાં આવ્યું કે જો રાજ્યમાં દલિતોને મૂછ રાખવાની પરવાનગી ન હોય તો રાજ્યના મંત્રીઓને પણ તેમની મૂછ દૂર કરવી જોઈએ. આ માટે શુક્રવારે અમે મુખ્યમંત્રી વિજય રુપાણી અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને શેવિંગ કિટ્સ ભેટમાં આપશું. દલિત મંચ દ્વારા તાજેતરના ચાર અલગ અલગ દલિત અત્યાચારના બનાવની તપાસ માટે ઇન્સ્પેક્ટર જનરલ સ્તરના અધિકારીની હેઠળ SITની રચના અને કેસની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવા માગણી કરાઈ છે. જ્યારે ભોગ બનનાર પરીવારને નોકરી અને જમીનનો પ્લોટ ફાળવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. મંચ દ્વારા આ માગણીના સ્વીકાર માટે સરકારને 9 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો તેઓ ઇંદિરા બ્રિજ પર ચક્કાજામ કરશે તેમ જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં માધવસિંહનો 149 બેઠકોનો રેકોર્ડ તોડવા ભાજપનું કરો યા મરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો કબજે કરવાનો ૧૯૮૫ના ...

news

GSTને કારણે ગુજરાતમાં રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો

ગુજરાતમાં GST લાગુ થયા બાદથી જ રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સર્વિસ ...

news

રૂપાણીને હરાવવા માટે હાર્દિકની નવી ચાલ, રાજકોટમાં મકાન ભાડે રાખી નવી રણનીતિ ખેલાશે

ગુજરાતમાં રાહુલગાંધીએ જ્યારથી પાટીદારોના ખોડલધામ નરેશની મુલાકાત લીધી છે ત્યારથી કોઈપણ ...

news

ગુજરાતમાં ફરીવાર આનંદીબેનને મુખ્યપ્રધાન બનાવવાની કવાયત

વિકાસ ગાંડો થયો છે નામે ફરતા મેસેજે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાતમાં વિકાસના નામે ...

Widgets Magazine