ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વિરૂદ્ધ કોંગ્રેસે કરી ચૂંટણીપંચમાં ફરિયાદ

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (17:43 IST)

Widgets Magazine
bjp gujarat


ગુજરાતમાં યોજાનાર વિધાન સભાની ચૂંટણીના પગલે આચાર સંહિતા ચાલી રહી છે. ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા સરકારી વાહનનો દૂર ઉપયોગ કરવા બદલ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જ્યારે ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.  સંબિત પાત્રાએ આજે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાતિવાદ, વંશવાદ વિરૂધ્ધ વિકાસવાદનો ચૂંટણી જંગ છે. દેશનો વિકાસ દર 6.3 ટકા થયો છે. યુ.પી.માં સ્થાનિક સ્વરાજ્યની થયેલી ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે.  ગુજરાતમાં પણ ભાજપા 150 થી વધુ સીટો સાથે ભવ્ય વિજય મેળવશે. ચૂંટણી પ્રવાસે વડોદરા ખાતે આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના અમેઠી મત વિસ્તારને સંભાળી શક્યા નથી. અમેઠીમાં કોઇ વિકાસ કર્યો નથી. અમેઠીમાં માત્ર વંશવાદ ચલાવ્યો છે. અને ગુજરાતના વિકાસ ઉપર પ્રહારો કરી રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અરવલ્લી ભાજપમાં ભૂકંપ, ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ ...

news

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત, ઉજવણી સુરતમાં થઈ

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો બહુમતિ સાથે વિજય થયો હતો. યુપીમાં થયેલી આ ...

news

સુરત શહેર અને જિલ્લાના પોલીસ કર્મચારીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન

16 વિધાનસભા બેઠકો પર 175 ઉમેદવારો ફાઈનલ થયા બાદ હવે વહીવટી તંત્ર ઓબ્ઝર્વર્સ સાથે મળી સરળ ...

news

Surat News - ઈવીએમમાં જાદુના થાય તેની મા ભવાનીને પ્રાર્થના - સુરતમાં રાજ બબ્બર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બોલિવૂડ એક્ટર રાજ બબ્બર શુક્રવારે સુરત ખાતે ચૂંટણી પ્રચારમાં ...

Widgets Magazine