શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (16:11 IST)

NRIની એક ટીમ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવી પહોંચી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે  લગભગ 60 જેટલા NRIનું સમુહ  રાજ્યમાં આવી પહોંચ્યું છે તેઓ  લોકોને નરેન્દ્ર મોદીનો સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યા છે.આ પ્રવાસીઓએ જણાવ્યું કે, તે પોતાના ખર્ચા પર ગુજરાત આવ્યા છે.  આ લોકોમાં ડોક્ટર અને ફાર્માસિસ્ટથી લઈને બિઝનેસમેન શામેલ છે.  મોદીએ વિદેશમાં રહેતા ભારતીયોને એક ઓળખ આપી છે.

તેમણે હિન્દુત્વથી લઈને યોગ સુધી, અને પોતાની રહેણી-કરણીથી જે રીતે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં રજુ કરી છે, તેનાથી અમને લોકો માનથી જુએ છે. તેઓનું કહેવું છે કે અમે  લોકોને અપીલ કરીશું કે તેઓ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરે. જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે ગુજરાતમાં ઘણી મુશ્કેલીઓ હતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતને કાસ્ટ પોલિટિક્સ અને પછાતપણાથી બહાર નીકાળ્યું છે. એક સમાજ તરીકે અમે ઘણી મહેન કરીને આગળ આવ્યા છીએ. અનામતની માંગ કરીને તે મહેનતને વ્યર્થ ન કરવી જોઈએ.