ગુજરાતની ચુંટણીમાં રાજકીય ઉમેદવારો સામે દાખલ થયા છે ગંભીર અને ફોજદારી ગુનાઓ - એડીઆરનો રીપોર્ટ

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (16:10 IST)

Widgets Magazine
gujarat election


રાજકારણ એ સામાન્ય નાગરિકનું કામ નથી, એ વાત હવે એક સર્વે થી સ્પષ્ટ થાય છે. દેશમાં તમામ પક્ષો અને તેમના ઉમેદવારોની ચોકવાનારી બાબતો અને તથ્યોને બાહર પાડનારી સંસ્થા ADR ( એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી માટેના ઉમેદવારો દ્વારા ભરાયેલા એફિડેવિટનું અવલોકન કરવામાં આવ્યું છે. જે સર્વેમાં ઉમેદવારો પર દાખલ થયેલા ફોજદારી ગુના અંગે ચોક્વનારા તથ્યો સામે આવ્યા છે.
 બીજા તબક્કાની 93 વિધાનસભા મત વિસ્તાર એડીઆર રીપોર્ટ પ્રમાણે :
    12 બેઠકો પરના ઉમેદવારો પર 3 કે તેથી વધુ ફોજદારી ગુનાઓ દાખલ
    822 માંથી 101 (12 %) સામે ક્રિમિનલ કેસ.
    64 એટલે 8 % ઉમેદવારો સામે ગંભીર ગુના ( ખૂન, અપહરણ, મહિલાઓ પર અત્યાચાર ) દાખલ થયા છે.
    ઝાલોદથી કોંગ્રેસના બાબુ કટારા અને નિકોલથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સામે ખુન સંબંધિત ગુનાઓ દાખલ થયા છે.
    હત્યાના પ્રયાસમાં કોંગ્રેસના 3, બીજેપીના 1 અને 3 અપક્ષ ઉમેદવારો સામેલ છે.
    3 ઉમેદવારો સામે અપહરણના કેસો ચાલી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ફોજદારી કેસ ધરાવનારા ઉમેદવારોની યાદી : 
     બીજેપીના 86 પૈકી 22,
    કોંગ્રેસના 88 પૈકી 25
    બીએસપીના 74 માંથી 6
    એનસીપીના 27 માંથી 4
    અપક્ષમાંથી 44 પૈકી 23
વિવિધ પક્ષોના ઉમેદવારો સામે દાખલ થયેલા ગંભીર ગુનાઓ :
    બીજેપીના 86 માંથી 13
    કોંગ્રેસના 88 માંથી 18,
    બીએસપીના 74 માંથી 2
     એનસીપીના 27 માંથી 3
    અપક્ષમાં 344 માંથી 14Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસ આવે છે આવે છે કરે છે પણ ક્યારેય આવી નથી - સુરતમાં મોદી

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ...

news

કોંગ્રેસના ઉમેદવારના હોબાળા બાદ ૨૫૬ ઈવીએમની પુનઃચકાસણી, ૧૧માં ટેકનિકલ ખામી

વડોદરાની રાવપુરા બેઠક માટે ૨૫૬ ઈવીએમનો ઉપયોગ કરતાં પૂર્વે રાજકીય પક્ષોની પ્રતિનિધિઓની ...

news

૨૦૧૨ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનું અંતર ૮.૯ર ટકાનું હતુઃ આ વખતે અંતર વધશે કે ઘટશે ?

ર૦૧રમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જયાં ૪૭.૮પ ટકા મતો મળ્યા હતા તો ...

news

ભાજપનું અનોખું આમંત્રણ કાર્ડ ગુજરાતમાં પાકેલી કપાતર કોંગ્રેસના વિદાય સમારંભમાં જરૂરથી પધારજો

ગુજરાત વિધાનસભાના ફર્સ્ટ ફેઝનું કેમ્પેન આજે પુરું થશે અને શનિવારે અને માટેનું વોટીંગ થશે, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine