કોંગ્રેસના ઉમેદવારના હોબાળા બાદ ૨૫૬ ઈવીએમની પુનઃચકાસણી, ૧૧માં ટેકનિકલ ખામી

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (15:09 IST)

Widgets Magazine
evm


વડોદરાની રાવપુરા બેઠક માટે ૨૫૬ ઈવીએમનો ઉપયોગ કરતાં પૂર્વે રાજકીય પક્ષોની પ્રતિનિધિઓની હાજરીમાં ચેકિંગ કરવા માટે ત્રણ દિવસનો સમય જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યો હતો. જેમાં તા.૪ અને ૫ના રોજ કોઈ ગયા નહી અને આજે તા.૬ના રોજ કોંગ્રેસના પ્રતિનિધિઓ કારેલીબાગ ડી.ઇ.ઓ. કચેરી ખાતે પહોંચ્યા ત્યારે બે દિવસમાં કર્મચારીઓએ મનસ્વી રીતે ૧૫૦ ઈવીએમ ચકિંગ કરી નાખ્યા. આ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ સાંઈ ઢેકાણેએ ઉગ્ર રજૂઆત કરતા હાજર રહેલા અધિકારીએ ૧૫૦નું ચેકિંગ થઈ ગયું છે.

તેમ જણાવી દેતાં હવે પચી બાકીની બીજાનું ચેકિંગ કરીશુંનું કહેતા કોંગ્રેસે પ્રતિનિધિએ રાવપુરા બેઠકનાં કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રકાંત ભથ્થુનું ધ્યાન દોરતાં તેઓ જાતે સ્થળ પર પહોંચી જતાં કોંગ્રેસી કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આથી મામલો રિટર્નિગ ઓફિસર આર.પી. જોષી સુધી પહોંચતા તેમણે કોંગ્રેસની રજૂઆતને ગ્રાહય રાખી જે ૧૫૦ ઈવીએમની ચકાસણી કોંગ્રેસના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં કરી દેવાઈ હતી. તેની ફરી ચકાસણી કરાવ્યાની સૂચના આપી છે. આથી કોંગ્રેસના પ્રતિનિધિઓ તેમજ ચૂંટણી વિભાગનાં ટેકનિકલ તજજ્ઞાોની હાજરીમાં ઈવીએમ મશીનોની ફરીથી ચકાસણી શરૃ કરાઈ હતી. જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. ૨૧૦ ઈવીએમની ચકાસણી કરવામાં આવી જે પૈકી ૧૧ ઈવીએમમાં ટેકનિકલ ખામી જણાઈ આવતાં કોંગ્રેસ દ્વારા તે બદલી નવા મુકવા માંગણી કરાઈ હતી. જ્યારે બાકી રહેલા ૪૬ ઈવીએમની ચકાસણી આવતીકાલે કરવામાં આવશે તેમ જાણવા મળે છે. રિટર્નિગ ઓફિસરે ૧૧ ઈવીએમ બદલવાની ખાત્રી આપી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસના ઉમેદવાર ૨૫૬ ઈવીએમની પુનઃચકાસણી. ૧૧માં ટેકનિકલ ખામી ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી Bjp Congress Surat News Election Result News Results Live Updates Latest News ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections Election Results Narendra Modi Amit Shah Rahul Gandhi Vidhan Sabha Elections Gujarat Assembly Election Gujarat Election Reuslt Gujarat Election News Gujarat Live Election Results Opposition Party In Gujarat List Of Chief Ministarer Rulling Party In Gujarat Elections In Gujarat Vidhan Sabha Number Of Voters In Gujarat Gujarat List Of Governors Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

૨૦૧૨ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનું અંતર ૮.૯ર ટકાનું હતુઃ આ વખતે અંતર વધશે કે ઘટશે ?

ર૦૧રમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જયાં ૪૭.૮પ ટકા મતો મળ્યા હતા તો ...

news

ભાજપનું અનોખું આમંત્રણ કાર્ડ ગુજરાતમાં પાકેલી કપાતર કોંગ્રેસના વિદાય સમારંભમાં જરૂરથી પધારજો

ગુજરાત વિધાનસભાના ફર્સ્ટ ફેઝનું કેમ્પેન આજે પુરું થશે અને શનિવારે અને માટેનું વોટીંગ થશે, ...

news

કોંગ્રેસના બળવાખોર નેતા બાબુ મેઘજી સહિત ૧૫ કોંગ્રેસીઓ પક્ષમાંથી સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાંય અસંતુષ્ટ કોંગ્રેસીઓએ અપક્ષ તરીકે ...

news

પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટ માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગે પૂરો થશે આમ છતાંય ગુજરાત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine