હાર્દિક લાજવાને બદલે વધુ ગાજી રહ્યો છે - નીતિન પટેલ

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (09:55 IST)

Widgets Magazine
nitin patel


નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાર્દિકની કથિત સેક્સ સીડીને ગુજરાતના જાહેર જીવનમાં કલંક સમાન ઘટના ગણાવી છે.  નીતિન પટેલે કહ્યું હતું કે, પોતાની સેક્સ સીડી બહાર આવ્યા બાદ તે લાજવાને બદલે વધુ ગાજી રહ્યો છે. નીતિન પટેલે દાવો કર્યો હતો કે, કોંગ્રેસે પાટીદાર આંદોલન ભડકાવવા માટે જે મસમોટી રકમ આપી હતી, તેની વહેંચણીમાં વિવાદ થતાં આ સીડી બહાર આવી છે.

સીડી બનાવનારા તેમજ બહાર પાડનારા તેમના જ લોકો છે. નીતિન પટેલે કહ્યું હતું કે આ બધાથી ભાજપ કે તેના નેતાઓને કોઈ લેવા-દેવા નથી. તેમણે જણાવ્યું હતું કે, પાસ દ્વારા સીએમ રુપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર જે આરોપ લગાવાયા છે, તેના પર અમે કાયદાકીય માર્ગદર્શન મેળવી રહ્યા છીએ, અને તેના પર ચોક્કસ કાર્યવાહી પણ કરીશું. નીતિન પટેલે આ શરમજનક પ્રકરણમાં સંડોવાયેલા લોકોએ જાહેરજીવન છોડી દેવું જોઈએ તેમ કહેતા જણાવ્યું હતું કે, આવા લોકોએ માફી માગવી જોઈએ કે પછી કોર્ટ કે પોલીસ સમક્ષ ફરિયાદ કરવી જોઈએ. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અનામત મામલે સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના સીનિયર નેતાઓની અડધી રાતે સલાહ લેનારા લોકો હવે કેમ આ સીડી અંગે તેમની પાસેથી માર્ગદર્શન નથી મેળવતા? આટલા મોટા આક્ષેપ લાગ્યા હોય તેવી વ્યક્તિ કેમ ફરિયાદ દાખલ નથી કરતી તેવો સવાલ પણ નીતિન પટેલે પર ઉઠાવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સેક્સ સીડી હાર્દિક નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી Bjp Congress Surat News Election Result News Results Live Updates Latest News ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections Election Results Narendra Modi Amit Shah Rahul Gandhi Vidhan Sabha Elections Gujarat Assembly Election Gujarat Election Reuslt Gujarat Election News Gujarat Live Election Results Opposition Party In Gujarat List Of Chief Ministarer Rulling Party In Gujarat Elections In Gujarat Vidhan Sabha Number Of Voters In Gujarat Gujarat List Of Governors Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ટ્રાફિક નિયમોના ભંગ બદલ આવેલા ઈમેમોથી લોકો રોષે ભરાયાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી

અમદાવાદમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં હવે સરસપુર વિસ્તારનો નંબર આવ્યો છે. આ વિસ્તારના ...

news

સમાચાર જરા હટકે- 80 ભાષાઓમાં ગીત ગાય છે સુચેતા

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના સમાચાર જરા હટકેમાં આપનુ સ્વાગત છે.. મિત્રો આજે અમે તમને બતાવી ...

news

CM રૂપાણીના મત વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર કરતાં લખાણો લખાયાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તારમાં એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 200 પરિવારના લોકોએ ...

news

40 કરોડમાં સોદો કરીને ભાજપે હાર્દિકની નકલી સેક્સ સીડી બનાવી - PAAS

હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી બહાર આવ્યા બાદ PAAS દ્વારા ભાજપ પર સીધો આરોપ મૂકવામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine