પ્રજાપતિ સમાજને પરચુરણ કહેતા રૂપાણી સામે રાજકોટ અને સુરતમાં વિરોધ

મંગળવાર, 14 નવેમ્બર 2017 (15:21 IST)

Widgets Magazine
vijay rupani oppose


મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેવાને લઈને લાલઘૂમ થયો છે. સોમવારે રાત્રે  પ્રજાપતિ યુવકો દ્વારા કતારગામ વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી. આગેવાનો વગરની મશાલ રેલીમાં પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ મંગળવારે સવારે પુણા વિસ્તારમાં પ્રજાપતિ યુવક દ્વારા સીએમના ફોટો સાથેનું બેનર સળગાવવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજ દ્વારા સોમવારે ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રૂપાણીના યોજાયો હતો. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં પ્રજાપતિઓની સંખ્યા વધુ હોય અહીં મશાલ રેલી યોજાઈ હતી. યુવકો દ્વારા રેલી યોજાયા બાદ બીજા દિવસે મંગળવારે સવારે પુણા વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટો પર પરચુરણ લખીને પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. ભાજપનો હાલ રાજપૂત, પાટીદાર સહિતના સમાજ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ વિરોધમાં પ્રજાપતિ સમાજ જોડાયો છે. જેમાં સુરતમાં રેલી નીકળે એ અગાઉ ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લેતા આગેવાનો જોડાયા નહોતાં.  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજને પરચૂરણ સમાજ કહેતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પ્રજાપતિ સમાજની લાગણી દુભાવનાર મુખ્યમંત્રી સામે વિરોધ વ્યક્ત કરવા માટે શહેરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો દ્વારા મવડી ચોકડી પાસે આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજના લોકો શહેરમાં આવેલા મવડી ચોકડી પાસે વિરોધ કરવા એકત્રિત થયા હતા. આ સાથે પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પહોંચી ગઇ હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાગ્યેજ જોવા મળતા સાંસદ પરેશ રાવલે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ મતદારોને મળી પ્રચાર કાર્યનો ...

news

હાર્દિકની સીડી જાહેર કરનાર અશ્વિન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ભાગીદાર હોવાના મેસેજ વાયરલ થયાં

'પાસ'નાં કન્વીનર હાર્દિક પટેલનો અંગત પળો માણતો સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ...

news

હાર્દિક પટેલની સેક્સ સીડીના નિવેદન બદલ ભાજપના કાર્યકરોએ શક્તિસિંહનું પૂતળુ બાળ્યું

હાર્દિક પટેલ મામલે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલ આપેલા નિવેદન લઈને ભારે વિરોધ જોવા મળી ...

news

હાર્દિક પટેલનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોમવારે પાટીદાર નેતા હાર્દિકનો કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર થયો હતો. આ વીડિયો ...

Widgets Magazine