શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:15 IST)

સુરતમાં અમિત શાહની સભામાં તોફાન કરાવનારાઓના નામ સરકાર પાસે કોને પહોંચાડ્યા?

ગુજરાતમા હાલમાં ચૂંટણી એવા મોડ પર પહોંચી ગઈ છે. જેમાં ભાજપ પોતાના દુશ્મનોને ગણીગણીને તપાસી રહી છે. મેરા ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે એક વર્ષ અગાઉ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પી.પી. સવાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તોફાનો થતાં અમિત શાહ માત્ર અને માત્ર ગણીને ચાર જ મિનિટ સુધી પોતાનું વક્તવ્ય આપી શક્યા હતા. આટલી સલામતીની વ્યવસ્થા હોવા છતાં તોફાનો થયા કેમ અને તોફાનો કરાવ્યા કોણે એ મુદ્દે સરકારે તપાસ કરવા માટે એટીએસને આદેશ કર્યો હતો.

એટીએસની ટીમે અત્યંત ગુપ્ત રીતે ઊંડાણપૂર્વક તપાસ કરી એક પછી એક પુરાવા મેળવ્યા હતા અને તપાસ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહની સભામાં તોફાનો થયા તે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો એક ભાગ હતો. પહેલેથી જ નક્કી હતું. તેના માટેની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. કારણ કે સભા સ્થળે પ્રવેશવા માટે પાસની વ્યવસ્થા રાખી હતી. જે પાસ ડુપ્લિકેટ છપાયાને આશરે 500થી વધુ યુવાનોને સભામાં ઘુસાડી દેવાયા હતા. જેમાંથી મોટા ભાગના યુવાનોને તોફાનો કરવા બદલ નાણાં પણ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ ખડો થયો હતો કે ડુપ્લિકેટ પાસ કોણે તૈયાર કરાવ્યા યુવાનોને નાણાં કોણે ચૂકવ્યા વગેરે સવાલો સંદર્ભે એટીએસની ટીમે તપાસ પૂર્ણ કરી છે. વરાછા વિસ્તારના કેટલાક પીઢ રાજકારણીઓની વાત માનીએ તો વરાછા વિસ્તારમાં મોટું માથું ગણાતા ડાયમંડ કિંગ, મોટા ગજાના બિલ્ડર અને રાજકીય ક્ષેત્રે મોટા પાયા પર વગ ધરાવાતા એક ખમતીધર આગેવાનોએ આ તોફાનો કરાવ્યા હતા. હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર એ વ્યક્તિનું નામ જાહેર કરે છે કે કેમ અથવા તો એ વ્યક્તિ સામે કોઈ પગલાં ભરે છે કે કેમ. આતંકવાદીઓની તપાસાર્થે સુરત આવેલા એટીએસના એસપી હિમાંશુ શુક્લાનો આ બાબતે સંપર્ક કરતા તેમણે આ મુદ્દે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.