Widgets Magazine
Widgets Magazine

માત્ર 600 રૂપિયામાં ફરો PMનું આખુ ગામ, જોવા મળશે મોદી ક્યા ચા વેચતા હતા...

નવી દિલ્હી., રવિવાર, 19 નવેમ્બર 2017 (07:23 IST)

Widgets Magazine
modi village

 વર્ષ 1950માં વડનગર, મહેસાણા, ગુજરાતમાં ખૂબ જ સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે. એક ચા વેચનારો ભવિષ્યમાં પીએમ પણ બનશે એ કોઈએ વિચાર્યુ નહોતુ. પણ પ્રધાનમંત્રી મોદી અને તેમની ચા છેલ્લા કેટલાક સમયમાં ચર્ચામાં રહી છે. ખૂબ જ રસપ્રદ રહ્યુ હવે દેશના દરેક નાગરિકને એ જોવા અને સમજવાની તક મળી રહી છે અને એ પણ માત્ર 600 રૂપિયામાં. જી હા, તમને મોદીનુ ગામ ફેરવવાની ઑફર લાવ્યુ છે. 
 
ઓફરમાં શુ શુ હશે ? 
 
તમે માત્ર 600 રૂપિયા ખર્ચ કરીને એ જાણી શકો છો કે પીએમ મોદીનો જન્મ ક્યા થયો. તેઓ ચા ક્યા વેચતા હતા. તેમણે હાઈસ્કૂલ ક્યાથી કરી. એટલુ જ નહી તમે તેમના ક્લાસમેટને પણ મળી શકો છો. ગુજરાત નિગમ લિમિટેડ (ટીસીજીએલ) ની પાર્ટનર અક્ષય ટ્રેવલ્સ પ્રાઈવેટ લિમિટેડ તરફથી આ ઑફર આપવામાં આવી છે. તેમા દર રવિવારે તમને અમદાવાથી મોદીના વિલેજ સુધી ફેરવવામાં આવશે. આ ટૂરનુ નામ 'એ રાઈઝ ફ્રોમ મોદીઝ વિલેજ' મુકવામાં આવ્યુ છે.  
 
સવારે આઠ વાગ્યે શરૂ થશે ટૂર 
 
ટૂર અમદાવાદ અને ગાંધીનગરથી સવારે 8 વાગ્યે શરૂ થશે. સફર દરમિયાન સૌ પહેલા મોઘેરા સ્થિત સૂર્ય મંદિરના દર્શન થશે.  ત્યારબાદ બપોરે 12.30 વાગ્યા સુધી ટૂર પહોંચશે. અહી પહોંચતા મુસાફરોને ટ્રેડિશનલ ગુજરાતી થાળીમાં લંચ પીરસવામાં આવશે.  ત્યારબાદ શરૂ થશે મોદીના ગામની મુસાફરી. 
 
હવે આવશે મોદીનું ઘર 
 
- મોદીનું ઘર : વડનગરમાં લંચ પછી સૌ પહેલા મુસાફરોને નરેન્દ્ર મોદીના ઘરે લઈ જવામાં આવશે. અહી પીએમનો જન્મ થયો હતો. 
-પ્રાઈમરી શાળા : ત્યારબાદ આવશે મોદીની પ્રાઈમરી શાળા - વડનગર પ્રાથમિક કુમાર શાળા. અહીથી મોદીએ પોતાની સ્કૂલિંગ કરી. 
- મોદીની હાઈસ્કૂલ : ત્રીજા પડાવમાં આવશે મોદીની હાઈસ્કૂલ - આ એ જ સ્થાન છે જ્યા તેમને અનેક નાટકોમાં ભૂમિકા ભજવી. 
- પછી મળશો મોદીના ક્લાસમેટ : હાઈસ્કૂલથી નીકળ્યા પછી મુસાફરોને મોદીના ક્લાસમેટને મળવાની તક મળશે. જે તમને મોદીના રોમાંચક કિસ્સા સંભળાવશે.  તમારા તમામ પ્રશ્ન નએ તેના જવાબ આ ટૂરને તમારા જીવનની યાદગાર ટૂર બનાવી દેશે. 
- હટકેશ્વર મંદિર - મોદીના ક્લાસમેટને મળ્યા પછી 17મી સદીના હતકેશ્વર મંદિરના દર્શન કરાવવામાં આવશે. મોદી અહી પ્રાર્થનાના સમયે આવતા હતા અને ડ્રમ વગાડતા હતા. 
-હેરિટેઝ ગેટ્સ : ત્યારબાદ મુસાફરોને હેરિટેઝ ગેટ્સ લઈ જવામાં આવશે. 
- બુદ્ધ પ્રતિમાના દર્શન : આગલો પડાવ રહેશે બુદ્ધ પ્રતિમાના દર્શન. 
- શર્મિષ્ઠા લેક : ત્યારબાદ વડનગરનુ જાણીતુ શર્મિષ્ઠા લેક ફેરવવામાં આવશે. અહી મગરમચ્છનો બેડો જોવા મળશે. 
- રેલવે સ્ટેશન : આ એ જ સ્થાન છે જ્યા મોદી પોતાના પિતા સાથે શરૂઆતના દિવસોમાં સ્ટોલ પર ચા વેચતા હતા.  આજે પણ અહી ટી સ્ટૉલ છે. 
 
સાંજે 6 વાગ્યે ખતમ થશે ટૂર 
 
એક દિવસમાં મોદીનુ આખુ ગામ ફર્યા પછી સાનેજ 6 વાગ્યે ટૂર ખતમ થશે. અહી પરત મુસાફરોને અમદાવાદ અને ગાંધીનગર લઈ જવામાં આવશે. 
 
કેવી રીતે બુક કરાવી શકો છો ટૂર 
 
તમે અક્ષર ટ્રવેલ્સ પ્રાઈવેટ લિમિટેડની વેબસાઈટ પર જઈને ટૂર વિશે માહિતી મેળવી શકો છો. કંપની ફક્ત રવિવારના દિવસે ટૂર પર લઈ જશે. આ ટૂરનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 600 રૂપિયા છે. પહેલા તમારે અમદાવાદ પહોંચવુ પડશે. ત્યારબાદ અહીથી એસી બસથી વડનગર સુધીની યાત્રા શરૂ થશે.  
 
ઈ-મેલ -  akshartours@ymail.com
ફોન નંબર : +91-79- 2644 0626 / 2656 0637 / 2656 0360 / 2644 5037
ટોલ ફ્રી નંબર -  1800 233 9008

ફોટો સૌજન્ય - અક્ષર 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડનગર મોદીનું નામ ગુજરાત ટુરિઝમ દેશના પ્રધાનમંત્રી મોદીનુ બાળપણ મનોરંજન પર્યટન ગુજરાત દર્શન ગુજરાતમાં જોવાલાયક સ્થળ Parytan Gujarat Tourism Gujarat Darshan

Loading comments ...

પર્યટન

news

આ દિવાળી વેકેશનમાં ચાલો કચ્છ - કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા

વિશ્વભરમાં કુદરતી સૌંદર્યના અનોખા આકર્ષણ સમા કચ્છમાં રણોત્સવ 2016નો નજારો માણવા ...

news

દિવાળી વેકેશનમાં Trip પ્લાન કરી રહ્યા છો તો આ 5 સ્થાન વિશે જરૂર વિચારો

ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ .... ઓક્ટોબર -નવેમ્બરના ...

news

ગોવાના ટૉપ 5 બીચ

ગોવા એક નાનકડું રાજ્ય છે. જ્યાં નાના-મોટા આશરે 40 સમુદ્રી તટ છે. ગોવા શાંતિપ્રિય પર્યટકો ...

news

સૌરાષ્ટ્રમાં 177 સ્તંભો ધરાવતા 2 હજાર વર્ષ જૂના કિલ્લાની રસપ્રદ કહાણી

સૌરાષ્ટ્રનો ઉપરકોટ બે હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જેમાં અત્યારે જે રાણકદેવીનો મહેલ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine